Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

બજારમાં પીઝા, પાઉંભાજી, પાણીપુરી, ઢોસા, વડા, ઈડલી, બર્ગર અને મેગીવાળી રાખડીઓની ધૂમ

લાઇટિંગવાળી, ફોટાવાળી, કાર્ટૂનવાળી રાખડીઓ પણ ઉપલબ્ધ

રાજકોટ : બજારમાં પીઝા, પાઉંભાજી, પાણીપુરી, ઢોસા, ઈડલી, વડા, બર્ગર અને ખાસ કરીને મેગીવાળી રાખડીઓ જોવા મળી રહી છે. આવી રાખડીઓ બાળકો માટે વધુ પસંદ કરાય છે. વધુમાં, બાળકો માટે લાઇટિંગવાળી, ફોટાવાળી, કાર્ટૂનવાળી રાખડીઓ પણ ઉપલબ્ધ છે. ફોટાવાળી રાખડીઓમાં ભાઈ, બહેન કે ભાઈ-બહેનના સાથે ફોટોવાળી રાખડીઓ બનાવડાવામાં આવે છે.

   કોરોના વાયરસના કહેરને કારણે સ્વાભાવિક રીતે જ લોકો લારી-રેસ્ટોરન્ટમાં ખાણીપીણીનું નહિવત પસંદ કરે છે. ત્યારે જાણે લોકોએ ફાસ્ટ-ફૂડવાળી રાખડીઓ બજારમાં લાવીને જાણે મન ભરી લીધું હોય તેવું લાગે છે 

  આ ઉપરાંત, ભાઈઓને લગતા વિવિધ લખાણોવાળી રાખડીઓ પણ ટ્રેન્ડમાં છે. આવી રાખડીઓમાં ડીઅર બ્રો, પ્યારે ભૈયા, સેલ્ફી વાલા ભાઈ, લવ યુ, બ્રધર જેવા અનેક કેપશનના લખાણ હોય છે. આવી રાખડીઓ બહેનો ભાઈને નીતનવી રાખડી બાંધવાના હેતુથી વેપારીઓ પાસે બનાવડાવે છે.

(10:54 am IST)