Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રાજકોટ મ.ન.પા આરોગ્‍ય અધિકારી વગરની! ખાટલે મોટી ખોટ

પ્રજાની આ વ્‍યાથાઓની રજૂઆત અધિકારીઓ કરશે? : મહામારીનાં સમયમાં ઇન્‍ચાર્જ નાયબ આરોગ્‍ય અધિકારી ગાડુ ગબડાવાય છેઃ હવે હોમ આઇસોલેશન સહિતની સુવિધાહો માટે અલગ ૧૦ કરોડની જરૂરઃ મુખ્‍યમંત્રીની આજની રાજકોટ મૂલકાત બાદ કોરોના બચાવ માટે તંત્રને મજબુત સાથ મળે તેવી સૌને આશા

રાજકોટ તા. ર૯ : શહેરમાં કોરોનાં કાળ શરૂ થયો ત્‍યારબાદ રાજકોટનાં પનોતા પુત્ર અને રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી સૌ પ્રથમ વાર શહેરની મુલાકાતે આવી રહ્યા છે. અને તે પણ કોરાનાની સ્‍થીતિની સમીક્ષા કરવા માટે ખાસ આવી રહ્યા છે ત્‍યારે શહેરનાં આરોગ્‍યની સૌથી મોટી જવાબદારી જેના પર છે. તે મ્‍યુ. કોર્પોરેશનનાં તંત્ર વાહકો પાસે આ મહામારીનાં કપરા કાળમાં કાયમી આરોગ્‍ય અધિકારી નહી હોવા સહિતની અનેક ત્રટીઓ અંગે પણ મુખ્‍યમંત્રી સમક્ષ રજૂઆતો થાય તેવી પુરી શકયતાઓ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ૧૦.૩૦ વાગ્‍યે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી મ્‍યુ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતનાં અધિકારીઓ સાથે બેઠક યોજી અને રાજકોટની કોરોના સ્‍થીતિ અંગે સમીક્ષા કરી હતી.

આ સમીક્ષા દરમિયાન રાજકોટની સ્‍થીતિ રાજયનાં અન્‍ય શહેરો કરતાં હજુ સુધી સારી હોવાનું આંકડાકિય ગ્રાફ ઉપરથી ફલીત થઇ રહયુ છે તે બાબત સ્‍વાભાવિક છે. પરંતુ હવે છેલ્લા ૧પ દિવસથી કેસ પાંચ ગણા વધતાં જાય છે. આ સ્‍થીતિમાં મ.ન.પા. પાસે કાયમી આરોગ્‍ય અધિકારી નથી. સરકારે ડે.પ્‍યુટેશન ઉપર આરોગ્‍ય અધિકારી મૂકયા હતો. તે પણ રજા પર ઉતરી ગયા છે. અને હાલમાં અગાઉનાં વર્ષોમાં જે પ્રકારે ઇન્‍ચાર્જ નાયબ આરોગ્‍ય અધિકારીથી ગાડુ ગબડાવાનુ હતુ તે પ્રકારે આ મહામારીનાં કપરા સમયમાં પણ ઇન્‍ચાર્જ આરોગ્‍ય અધિકારીથી ગાડુ ગબડાવાય છે.

પરંતુ હવે રોજનાં પ૦-પ૦ કેસ આવી રહ્યા છે. કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોન, હોમ કોરન્‍ટાઇન દવા વિતરણ, દર્દીનું કોન્‍ટેકટ ટ્રેસીંગ, ઉપરાંત હોમ આઇસોલેશન આ  તમામ કામગીરી ઉપરાંત ખાદ્ય પદાર્થોનું ચેકીંગ, મેલેરીયાનું ચેકીંગ વગેરે જેવી જવાબદારીઓ માત્ર ૧  ઇન્‍ચાર્જ અધિકારીનાં શિરે આવી જતાં તંત્ર માટે મુશ્‍કેલી ઉભી થઇ છે.

આ સંજોગોમાં મ.ન.પા.માં કાયમી આરોગ્‍ય અધિકારીની નિમણુંક અત્‍યંત મહત્‍વની બની છે.

આ ઉપરાંત કોરોનાના કારણે મ.ન.પા.ની આરોગ્‍ય સેવામાં બમણો ખર્ચ થવા લાગ્‍યો છે. સર્વેલન્‍સ સ્‍ટાફ, ટેસ્‍ટીંગ, સહિતની કામગીરી માટે આઉટ સોર્સીંગનો ખર્ચ હોમ આઇસોલેશનનાં અલગ કન્‍ટ્રોલ રૂમ માટેનો ખર્ચ આ તમામ ખર્ચાઓ માટે અલગથી રૂા. ૧૦ કરોડ જેટલી ગ્રાન્‍ટ રાજય સરકાર દ્વારા રાજકોટને મળે તે પણ જરૂરી છે.

આમ આજે મુખ્‍યમંત્રી  વિજયભાઇ રાજકોટ આવી રહ્યા છે ત્‍યારે રાજકોટને કોરોનાં બચાવ માટે વધુ મજબુતી  મળે તેવી વ્‍યવસ્‍થા તંત્ર ગોઠવાય અને શહેરમાં કોરોનાં કાબુમાં લેવા જરૂરી સહાય સરકાર પુરી પાડે તેવી આશા શહેરીજનોને મોટી આશા બંધાઇ છે.

(11:29 am IST)