Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોરોના સામે પોલીસ અને મ્‍યુ. કોર્પોરેશન તંત્રનું નવું પગલું: કન્‍ટેનમેન્‍ટ ઝોન અને ક્‍વોરન્‍ટાઇન લોકો પર નજર રાખવા ‘જેઇટી' ટીમ બનાવી

સતત વધી રહેલા કોરોનાના કેસો અને અનલોક-૨ની છૂટછાટમાં લોકો માર્ગદર્શિકાનું પાલન કરતાં ન હોઇ ખાસ બેઠક યોજવામાં આવી : પોલીસ કમિશનર અને મ્‍યુનિસિપલ કમિશનરે બેઠક યોજી જેઇટી (જોઇન્‍ટ એન્‍ફોર્સમેન્‍ટ ટીમ)ની રચના કરીઃ ચાર એસીપીના સુપરવિઝન હેઠળ ૧૮ વોર્ડમાં ૧૮ પીએસઆઇ મ્‍યુ. કોર્પોરેશનના વોર્ડ ઇન્‍ચાર્જ સાથે રહી કન્‍ટેનમેન્‍ટ ઝોન પર રાખશે નજરઃ કોરન્‍ટાઇન થયેલા લોકોના ફોનમાં ‘સેફ રાજકોટ' એપ ડાઉનલોડ કરાવડાવી ઓન લાઇન પણ ચેકીંગ થશે

રાજકોટ તા. ૨૯: રાજકોટ શહેરમાં કોરોનાની મહામારી બેકાબૂ બની હોય તેમ રોજબરોજ નવા નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને મૃત્‍યુનો આંક પણ વધી રહ્યો છે. ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારી ભારતમા ફેલાતી અટકે તે માટે તા.૦૧/૦૭/૨૦૨૦ થી અનલોક-૨ જાહેર કરવામા આવેલ છે. જેમા સરકારની માર્ગદર્શિકા મુજબ જરૂરી સાવચેતી રાખી જાહેર જીવનમા છુટછાટ આપવામા આવી  છે. પરંતુ જાહેર જીવનમાં લોકો દ્વારા સરકારની માર્ગદર્ર્શિકાનું પાલન કરવામા નહિ આવતા કોરોના વાયરસની મહામારી વધુ ફેલાઇ રહી છે, જેને ધ્‍યાનમાં લઇ રાજકોટ શહેરને કોરોના વાયરસના સંક્રમણથી અટકાવવા  શહેર પોલીસ અને મ્‍યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ હાથ મિલાવ્‍યા છે. ખાસ બેઠક યોજી જેઇટી (જોઇન્‍ટ એન્‍ફોર્સમેન્‍ટ ટીમ)નું નિર્માણ કરવામાં આવ્‍યું છે. આ ટીમના ૧૮ પોલીસ અધિકારીઓ સરકારી નિયમોનું ઉલંઘન કરનાર સામે કઠોર કાર્યવાહી કરશે. ખાસ કરને કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન અને કેરન્‍ટાઇન લોકો પર નજર રાખવાનું કામ આ ટીમ કરશે.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી શ્રીપ્રવિણકુમાર મીણા, ડીસીપી શ્રીમનોહરસિંહ જાડેજા તથા શેહરના તમામ એસીપીશ્રીઓ તથા રાજકોટ મહાનગરપાલીકા કમિશ્નર શ્રી ઉદીત અગ્રવાલ તથા ડેપ્‍યુટી કમિશ્નરશ્રી તથા અન્‍ય અધિકારીઓએ રાજકોટ શહેરમા કોરોના વાયરસની મહામારી વધુ ફેલાતી હોઇ જે અટકાવવા માટે બેઠક યોજી હતી. જેમાં રાજકોટ શહેર પોલીસ તથા મહાનગરપાલીકા ના વોર્ડ વાઇઝ જેઇટી-(જોઇન્‍ટ એન્‍ફોર્સમેન્‍ટ ટીમ) બનાવવામા આવી છે. આ ટીમમાં ાજકોટ શહેર ના વોર્ડ વાઇઝ આવેલ પોલીસ સ્‍ટેશન પૈકીના પોલીસ સ્‍ટેશનના એક-એક પીએસઆઇ દરજ્‍જાના અધિકારી મ્‍યુ. કોર્પોરેશનના વોર્ડ ઇન્‍ચાર્જ સાથે સંકલન સાધી વોર્ડ વિસ્‍તારમાં આવેલ કન્‍ટેનમેન્‍ટ ઝોનમા સઘન પેટ્રોલીંગ કરી કન્‍ટેનમેન્‍ટ ઝોનમાં જે લોકોને કોરન્‍ટાઇન કરવામા આવેલ છે તે લોકોને ચેક કરવાની કામગીરીમાં સાથે જોડાશે.

 તેમજ કન્‍ટેનમેન્‍ટ ઝોનમા જે લોકોને કોરન્‍ટાઇન કરવામા આવેલ હશે તેવા લોકોના મોબાઇલ ફોનમાં ‘સેફ રાજકોટ' એપ ડાઉનલોડ કરાવી તેઓને ઓનલાઇન પણ ચેક કરવાની કામગીરી કરવામા આવશે. જે લોકોને કોરન્‍ટાઇન કરવામા આવેલ હશે અને તેઓ કોરન્‍ટાઇન ભંગ કરતાં જણાઇ આવશે તો તેઓ વિરૂધ્‍ધ કઠોર પગલા લઇ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે જેથી કોરન્‍ટાઇન થયેલા લોકો સરકારની માર્ગદર્શિકાનુ ચુસ્‍તપણે પાલન કરે અને તેઓ અન્‍ય વ્‍યકિતઓના સંપર્કમાં આવે નહિ.

 કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન જાહેર કરવામા આવેલ હશે તે વિસ્‍તારમાથી લોકો બહાર ન જાય તે માટે જે તે વિસ્‍તારના આગેવાનો સાથે પણ જેઇટી (જોઇન્‍ટ એન્‍ફોર્સમેન્‍ટ ટીમ) દ્વારા મીટીંગ કરવામા આવશે. આમ રાજકોટ શહેરને કોરોના વાયરસ સંક્રમણથી અટકાવવા તમામ પગલાઓ લેવાનું શરૂ થયું છે. વેસ્‍ટ ઝોનનુ સુપરવિઝન એ.સી.પી. પી.કે.દિયોરા તથા ઇસ્‍ટ ઝોનનું સુપરવિઝન એસીપી એસ.આર. ટંડેલ તથા સેન્‍ટ્રલ ઝોનનું સુપરવિઝન એસીપી જે.એસ.ગેડમને સોંપવામા આવેલ છે. જેઓ જેઇટી ટીમના ૧૮ પીએસઆઇની કામગીરીનું સુપરવિઝન કરશે.

જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમમાં કામ કરશે આ અધિકારીઓ

(12:53 pm IST)