Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કલેકટર કચેરીમાં મુખ્યમંત્રીની મુલાકાતના પગલે લોખંડી પોલીસ બંદોબસ્ત

પત્રકારોને પણ પત્રકાર પરિષદ પૂર્વે પ્રવેશ નહિ : વિજયભાઇ ૧૦.૨૦ વાગ્યે આવી પહોંચતા સ્વાગત

આજે મુખ્યમંત્રી શ્રી રૂપાણી હવાઇ માર્ગે રાજકોટ આવ્યા તે પૂર્વે તેમને જે ગાડીમાં રાજકોટમાં બેસવાનું હતું તે ગાડીની પોલીસ દ્વારા સુરક્ષાની દ્રષ્ટિએ ચકાસણી કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ,તા.૨૯: રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કલેકટર કચેરી ખાતે આવી રહ્યા હોવાથી કચેરીની અંદર અને બહાર સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.૧૨.૪૫ વાગ્યે પત્રકાર પરિષદ યોજાયેલ છે. તે પૂર્વે મીડિયાના કર્મચારીઓને પણ કલેકટર કચેરીમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

મુખ્યમંત્રી આવી પહોંચતા વહીવટી તંત્ર વતી કલેકટર રેમ્યા મોહને સ્વાગત કરેલ. ભાજપના અગ્રણીઓ ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ વગેરે સાથે રહ્યા છે. કલેકટર કચેરીમાં કોરોનાલક્ષી બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

(1:11 pm IST)