Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કલેકટર કચેરીએ એકની ધરપકડ

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઈ અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈની હાજરીમાં આજે સવારે રાજકોટ કલેકટર કચેરીએ મીટીંગ ચાલુ હતી ત્યારે એક વ્યકિત કલેકટર કચેરીએ ધસી આવ્યા હતા. પોલીસે તુરંત આ વ્યકિતની ધરપકડ કરી હતી. એમ ચર્ચાય છે કે આ વ્યકિત વાંકાનેર રોડ ઉપર પેટ્રોલ પંપ ધરાવે છે અને હાલમાં બાયોડીઝલ ચાલુ કરવામાં આવ્યુ હોય તેનો વિરોધ વ્યકત કરવા કલેકટર કચેરીએ આવેલ ત્યારે પોલીસે તુરંત આ વ્યકિતની ધરપકડ કરી લીધી હતી. આ વ્યકિતનું નામ જાણવા મળ્યુ નથી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(1:15 pm IST)