Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ઢેબર રોડ પર નાગરીક બેંક ચોક પાસે એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત

રીક્ષા ચાલક મીલનભાઇને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટઃ શહેરના ઢેબર રોડ પર નાગરીક બેંક ચોક પાસે એસટીની મીની બસ અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાવ બનતા ટ્રાફીક જામ થતા કોઇએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા ટ્રાફીક પોલીસ તથા ભકિતનગર પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. અને ઇજાગ્રસ્ત રીક્ષાચાલક મીલનભાઇ રાજેશભાઇ ગણત્રા (ઉવ.૩૦) (રહે. હસનવાડી મેઇન રોડ ત્રિશુલ ચોક પાસે)ને માથે મોઢે અને શરીરે ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના પીઆઇ સાકળીયા તથા રાઇટર પ્રવિણભાઇએ તપાસ હાથ ધરી છેે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:48 pm IST)