Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ પદે ધર્મેશ પટેલઃ બહેનો માટે રાખડી સ્પર્ધા

રાજકોટ તા. ર૯ :.. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત શ્રી જન્માષ્ટમી મહોત્સવ દ્વારા આયોજીત શોભાયાત્રા-ર૦ર૦ ની આ વખતની જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ પદે ધર્મેશભાઇ પટેલની વરણી કરવામાં આવી છે. તેઓ અનેક સામાજીક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

 આ અગાઉ પણ તેઓ જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ પદે રહી ચૂકયા છે.

આ વર્ષે વિહીપ દુર્ગાવાહીની દ્વારા બહેનો માટે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સહયોગી સંસ્થા તરીકે લાયન્સ કલબ તથા સેન્ટ ગાર્ગી વિદ્યા સ્કુલ સહભાગી થવાની છે. તેમજ આ સ્પર્ધામાં મો. નં. ૯૩૧૩પ ૩૪ર૦૭ ઉપર વોટસઅપમાં કોઇપણ મેસેજ કરવાથી એક લીંક આવશે જે  લીંક ટચ કરવાથી ફોર્મ ખુલશે અને તે ફોર્મ ભરીને વિડીયો તથા ફોટો અપલોડ કરવાના રહેશે.

આ સ્પર્ધામાં માત્ર બહેનો જ ભાગ લઇ શકશે. (ર) વિડીયો તથા ફોટો તા. ૧-૮-ર૦ર૦ સુધીમાં મોકલવાના રહેશે. (૩) રાખડી બનાવવા થયેલ ખર્ચની યાદી પણ ફોટો દ્વારા જણાવવાની રહેશે. તથા રાખડી બનાવવા વસ્તુઓની યાદીનું લીસ્ટ પણ ફોટો પાડી મોકલવાના રહેશે. (૪) રાખડીમાં વાપરવામાં આવેલ સ્વદેશી ચીજ વસ્તુ વેસ્ટમાંથી બેસ્ટ બિનઉપયોગી વસ્તુઓમાંથી પણ બનાવી શકાશે. (પ) સ્પર્ધકે વિડીયોમાં સૌપ્રથમ નામ બોલવાનું રહેશે. (૬) રાખડી બનાવતો વધુમાં વધુ ૩ મીનીટનો વિડીયો બનાવવાનો રહેશે. (૭) સ્પર્ધકે વિડીયોમાં કોઇપણ એક ન્યુઝ પેપરનું હેડીંગ તારીખ - વાર (ર૯-૭-ર૦ થી ૧-૮-ર૦ સુધીનું) આવી જાય તે રીતે મોકલવનું રહેશે.

સ્પર્ધામાં વધુ માહિતી માટે રમાબેન હેરભા મો. નં. ૯૮રપપ ૯૦ર૧૩ તથા રાહુલભાઇ જાની મો. નં. ૮પ૧૧૩ ૧૧૦૦૮ નો સંપર્ક કરવો વોટસએપ નંબર પણ સંપર્ક કરી શકાશે. તેમજ સ્પર્ધાના અંતે સારી બનાવેલ રાખડીઓને પ્રોત્સાહીત કરવામાં આવશે. તેમજ આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં બહેનો  ભાગ લ્યે તેવું વિ.હિ.પ. દુર્ગાવાહીની દ્વારા જાહેર આમંત્રણ છે.

(2:48 pm IST)