Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સેલ્ફીવાલા ભાઈ, રોકસ્ટાર ભાઈ, આઈ લવ માય બ્રધર જેવી રાખડીઓની ધૂમ

સ્વદેશી રાખડીઓની ખૂબ જ ડિમાન્ડઃ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે ખરીદી કરતી બહેનો

રાજકોટઃ ભાઈ- બહેનોના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ વખતે પણ અવનવી રાખડીઓનું બજારમાં આગમન થઈ ગયું છે. હાલ કોરોના મહામારીના લીધે રાખડી બજારમાં પણ અસર જોવા મળી રહી છે. બહારગામ રહેતા ભાઈઓને બહેનોએ અગાઉથી જ રાખડી મોકલી દીધી છે. આ વખતે સ્વદેશી રાખડીઓની બજારમાં ધૂમ છે. કલકત્તાની બૂટીવાળી, કસબ-જરીવાળી, સુખડ, રેશમની દોરીવાળી, ઘુઘરીવાળી વિગેરે રાખડીઓની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. તો બાળકોને મનગમતી રાખડીઓ બજારમાં આવી ચુકી છે. સ્ટેનલેસ સ્ટીલમાં લખેલ સેલ્ફીવાલાભાઈ, રોકસ્ટારભાઈ, સ્વેગ બ્રો, ચશ્મા- મુછ- બ્રો, સી.એ.ભાઈ, બીગ બી, આઈ લવ માય બ્રધર વિ.લખાણવાળી રાખડીઓએ પણ નવીનતા જગાવી છે. કોરોનાની મહામારીના પગલે બહેનો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે રાખડીઓ ખરીદી કરતી જોવા મળે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:50 pm IST)