Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

લાખોના દારૂ ભરેલા ટ્રક સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ

આરોપી વિરૂધ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છેઃ અદાલત

રાજકોટ તા. ર૯: કુવાડવા પોલીસ તાબાના પીપળીયા ગામ પાસેના શીતળા માતાજીના મંદિર પાસેથી રૂ. ૩ર લાખ ર૮ હજારની કિંમતનો વિદેશી ઇંગ્લીશ દારૂ પોલીસે કબજે કરીને મુળ રાજસ્થાનના બાડમેર જીલ્લાના વતની એવા નવાબખાન ખાનુખાન ભાઇખાન રાજડે જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસન્સ જજ શ્રી આર. એમ. શર્માએ નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. ૬-૭-ર૦ નાં રોજ ઉપરોકત સ્થળેથી ટ્રકમાં દારૂ લઇને નીકળેલા આરોપી દારૂની કિંમત ઉપરાંત કુલ ૪૭,૩૪,ર૭૦ના મુદ્દામાલ સાથે મળી આવતાં પોલીસે પ્રોહિબીશન એકટ હેઠળનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી.

આ ગુનામાં આરોપીએ જામીન પર છુટવા અરજી કરતાં સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયાએ રજુઆત  કરેલ કે, જંગી માત્રામાં દારૂનો જથ્થો પકડાયેલ છે. પોલીસ તપાસ ચાલુ હોય સમાજ વિરોધી ગુનો હોય આરોપીને જામીન પર છોડી શકાય નહિં.ઙ્ગ ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અધિક સેસન્સ જજ શ્રી શર્માએ આરોપીની જામીન અરજીને રદ કરી હતી.

(2:52 pm IST)