Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

અંગ્રેજી દારૂ ભરેલી કાર સાથે પકડાયેલ આરોપીને જામીન પર છોડવા આદેશ

 રાજકોટ,તા.૨૮ :૯ પેટી અંગ્રેજી દારૂ ભરેલી કાર સાથે ગંજીવડા પાસેથી પકડાયેલ આરોપીને જામીન પર છોડવા કોર્ટે હુકમ કર્યો હતો.

ફરીયાદના કહેવા મુજબ બનાવની વિગત જોઈએ તો તા.૧૫/૦૭/૨૦૨૦ ના રોજ થોરાળા પોલીસને મળેલ બાતમીના આધારે સેન્ટ્રો ગાડી નં. જી.જે. ૧૧ એ.એસ. ૦૦૦૮માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ભરીને ગંજીવાડા જવાની છે, તેથી પોલીસએ ગંજીવાડા નાકાથી અંદર, ગંજીવાડા મે રોડ, સસ્તા અનાજની દુકાન આગળ વોચ ગોઠવેલ તે દરમ્યાન ગંજીવાડા નાકા તરફથી એક ફોર વ્હીલ ગાડી આવતા તે ગાડીને રોકી તેમાં ચેક કરતા અંગ્રેજી દારૂની બોટલો ભરેલ બાચકા પડેલ હોય તેને જોતા તેમાં કુલ ૧૦૮ નંગ વ્હીસકી ની બોટલ કબ્જે કરેલ હતી, તેમજ સેન્ટરો ગાડી પણ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ તા. ૧૫/૦૭/૨૦૨૦ના રોજ ગુ.૨.નં. ૧ ૧૧૨૦૮૦૫૬૨૦૦ ૯૫૬/૨ર૦૨૦ થી પ્રલહીબીશનની કલમ-૬૫(ઈ), ૧૧૬, ૯૮(૨), મુજબથી ફરીયાદ નોંધાવી આરોપીની ધરપકડ કરેલ હતી, જે ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપી કેવલ કાળુભાઈ ડાંગરને તા.૧૮/૦૭/૨૦૨૦ ના રોજ રાજકોટના જયુ. મેજી. સાહેબ સમક્ષ ત્રણ દિવસના રીમાંન્ડની માગણી સાથે રજુ કરેલ હતો, જે માગણી અન્વયે નામદાર કોટએ બન્ને પક્ષકારોની દલીલ સાંભળી આરોપીના એક દિવસના રીમાંન્ડ મંજુર કરવાનો હુકમ કરેલ, જે હુકમનો સમય પુરા થતા આરોપી કેવલ કાળભાઈ ડાંગરની જામીન અરજી નામંજુર કરી આરોપીને નામદાર કોટએ જયુ. કસ્ટડીમાં લઈ જેલ હવાલે કરેલ. સેસન્સ જજ પી. એન. દવેએ બન્ને પક્ષોની દલીલ સાંભળી આ કામના આરોપીને શરતોને આધીન રકમ રૂમ. ૫૦,૦૦૦/-ના જામીન પર મુકત કરેલ છે, આ કામે આરોપીઓ વતી એડવોકેટ  ધર્મેન્દ્રસિંહ પી. ઝાલા, નિરલ કે. રૂપારેલીયા તથા કેયુર રૂપારેલીયા રોકાયેલ હતા.

(2:52 pm IST)