Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

PSIની પરિક્ષામાં હેડ કોન્સ્ટેબલોને અરજી નહિ કરવા દેવાતા હાઇકોર્ટમાં રીટ થતાં સરકારને નોટીસ અપાઇ

 રાજકોટ,તા.૨૮ : ૫ોલીસ સબ ઇન્સ્પેકટર ASIની ખાતાકીય પરીક્ષામાં ૧૫-૨૦ વર્ષથી ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સટેબલોને અરજી ન કરવા દેતા અને પરીક્ષામાં ના બેસવા દેવા બાબતે પોલીસ હેડ કોન્સટેબલના જૂથમાં ભારે રોષ થતાં ગુજરાત હાઇર્કોટમાં પીટીશન દલીલ  થતાં હાઇર્કોટે નોટીસ ફટકારી છે.

ઉપરોકત પોલીસ સબ ઇન્સ્પેકટર (અન આર્મ્ડ) કલાસ-૩ મોડ-૩ ની ખાતાકીય ભરતી ગુજરાત સરકાર દ્વારા બહાર પડેલ હોઈ જેમાં માત્ર ASIની ફરજ બજાવતા ઉમેદવારોને જ ફોર્મ ભરી અરજી કરવા દેવાના નિર્ણય સામે પોલીસ હેડ કોનસ્ટેબલ (અન આર્મ્ડ)ના જૂથમાં ભારે રોષ તથા અસંતોષની લાગણી છે. કે જેઓ છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષ સુધી ભરતી તારીખથી પોલીસ હેડ કોનસ્ટેબલ (અન આર્મ્ડ) તરીકે જ ફરજ બજાવતા આવ્યા છે અને જેને ASI તરીકેની નિમણુક તો દુર પરંતુ ASI તરીકેનો ગ્રેડ પે પણ ચુકવવામાં નથી આવતો.

આથી આ નિર્ણયથી પોલીસ હેડ કોનસ્ટેબલ (અન આર્મ્ડ)ના જૂથમાં ભારે રોષની લાગણી છે અને તેઓ તાત્કાલિક ધોરણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દોડી ગયા છે ને તેઓને પણ ઉપરોકત પરીક્ષામાં બેસવા દેવાની અરજ સાથેની પીટીશન દાખલ કરેલ છે અને જે પીટીશન સંદર્ભે હાઇકોર્ટે સરકાર તથા રાજયના પોલીસ વડાને ખુલાસો કરવા નોટીસ ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોકત પીટીશનમાં પોલીસ હેડ કોનસ્ટેબલ (અન આર્મ્ડ)ના જૂથ વતી એડવોકેટ શ્રી મેહુલ એસ. પાડલીયા રોકાયેલા છે.

(2:52 pm IST)