Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

બેડીનાકા ટાવર પાસેથી રીઢા મોબાઇલ ચોર વીજય અને સંજય પકડાયા

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા એસીપી એચ. એલ. રાઠોડની સૂચનાથી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી. જી. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી. એસ. ગઢવી, એએસઆઇ બી. ડી. મહેતા, હેડ કોન્સ. ડી. ડી. જાડેજા, સાગરદાનભાઇ ગઢવી, સંજયભાઇ જાદવ તથા ટ્રાફીક બ્રીગેડ કિશનભાઇ સહિત પેટ્રોલીગમાં હતા ત્યારે હેડ કોન્સ. ડી. ડી. જાડેજા, સાગરદાનભાઇ અને સંજયભાઇને મળેલી બાતમીના આધારે બેડીનાકા ટાવર પાસેથી અલગ અલગ કંપનીના પાંચ ચોરાઉ મોબાઇલ સાથે વીજય લઘુશંકરભાઇ ધામેલ (ઉ.વ.૩ર) (રહે. ભુપેન્દ્ર રોડ, ફૂટઇ પાથપર) અને સંજય શંકરલાલ રાજાણી (ઉ.વ.૩પ) (રહે. ખોડીયારપરા શેરી નં. ર ભગવતીપરા) ને પકડી લઇ ૩૩ હજારની કિંમતના પાંચ મોબાઇલ કબ્જે કર્યા હતાં.

(2:53 pm IST)