Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

જુગારીઓ પર પોલીસની ધોંસઃ ચાર દરોડામાં ૩પ ઝડપાયાઃ ર૮ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી

આજી ડેમ પોલીસે મનોજ જાડેજાના મકાનમાંથી ર૩, બી ડીવીઝન પોલીસે મકાનમાંથી પ, કુવાડવા પોલીસે ૪ અને તાલુકા પોલીસે ૩ ની ધરપકડ કરીઃ ૧.૩૬ લાખની મતા કબ્જે

રાજકોટ, તા., ૨૯: શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસે જુગારીઓ પર ઘોંસ બોલાવી મકાન અને જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા ૩પ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં આજી ડેમ પોલીસે ર૮ જુગારીઓ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કીમશનર  મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી જયદીપસિંહ સરવૈયા, એસ.આર.ટંડેલ, એચ.એલ.રાઠોડ તથા જે.એસ.ગેડમની સુચનાથી આજી ડેમ પોલીસ મથકના એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.ઝાલા, હેડ કોન્સ. ઇન્દુભા, મહેન્દ્રભાઇ, ધર્મેન્દ્રસિંહ, શેલેષભાઇ તથા કુલદીપસિંહ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે સરધાર ગામમાં સીમોઇ મા.ના મંદિરની સામે શેરીમાં રહેતા મનોજ જાડેજાના મકાનમાં દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા ઢેબર કોલોની પાસે ગાયત્રીનગરના સંજય હરેશભાઇ રાણપરા (ઉ.વ.ર૦), જસદણના ગઢળીયા  ગામના અશોક ખીમાભાઇ ગોહેલ (ઉ.વ.ર૦), સરધાર હબડીયાવાડીના અશોક પરસોતમભાઇ લક્કડ (ઉ.વ.૪૯), સરધારના  ચંદુ ભવનભાઇ મકવાણા (ઉ.વ.૪૬), કોળીવાસના સુરેશ નાથાભાઇ સાયરા (ઉ.વ.૩પ), ભડાળીયા ગામના દિનેશ લાખાભાઇ મકવાણા (ઉ.વ.૩૭), આટકોટના કીરીટ નીકુંજભાઇ જોષી (ઉ.વ.૩૧), રણજીતગઢ ગામના મનીષ સુરેશભાઇ ભીલ (ઉ.વ.પ૦), સરધારના બાબુ ખીમાભાઇ મકવાણા, હરીપરના દિનેશ સીધાભાઇ સરશીયા કઉ.વ.૩૬)રાજકોટ સાગર મેઇન રોડ પર કનૈયાલાલ બાબુલાલ પાટળીયા (ઉ.વ.૪૭) ચિત્રાવાવના દિનેશ તેજાભાઇ સોલંકી (ઉ.વ.૪ર), ગાયત્રીનગર પાસે ઢેબર કોલોની કવાટર નં. ૧૯૯ના હિતેશ ધરમશીભાઇ વાઘેલા (ઉ.વ.૩૩) સરધારના રમેશ છગનભાઇ બગડા (ઉ.વ.૪૭), આજી ડેમ ચોકડી માનસ સરોવર પાર્ક શેરી નં. ૩ ના આશીષ ઉર્ફે જલારામ પ્રવિણભાઇ કાનાબાર (ઉ.વ.૩૩) સરધારના લવજી રાણાભાઇ મકવાણા (ઉ.વ.૩૦) આટકોટ ભરવાડ શેરીના વિપુલભાઇ ઘેલાભાઇ ટોળીયા (ઉ.વ.રર) આટકોટના લાલજી રમેશભાઇ વઘાસીયા(ઉ.વ.૩પા, સરાધરના હરેશ કેશુભાઇ ગોહેલ (ઉ.વ.૪૩) અમુ ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.પ૮) ભાડવાના ભુપત વીરજીભાઇ સોલંકી (ઉ.વ.૩૬)ને પકડી લઇ રૂ.૭૦,૭૦૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી. જયારે પોલીસે ર૩ જુગારીઓ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી અને મનોજ જાડેજાની શોધખોળ આદરી છે.

જયારે બીજા દરોડામાં બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ડામોર, પી.એ.ગોહેલ, એ.એસ.આઇ. કે.યુ.વાળા, વિરમભાઇ ધગલ, હેડ કોન્સ. અજયભાઇ, સલીમભાઇ, જયદીપસિંહ, સિરાજભાઇ, પરેશભાઇ અને ચાપરાજભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે માલધારી સોસાયટી મફતીયાપરામાં રહેતા ઉમેશ કાળાભાઇ સોલંકી (ઉ.વ.૩૩) ના મકાનમાં દરોડો પાડી મકાન માલીક ઉમેશ સોલંકી તથા માલધારી સોસાયટીના અલ્પેશ ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.ર૯), પ્રવિણ કાળાભાઇ સોલંકી (ઉ.વ.૩ર) અરવિંદ રાજભાઇ હોજવીયા (ઉ.વ.૩ર) અને હિતેશ પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.૧૮)ને પકડી લઇ રૂ.૧૦૧પ૦ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી. જયારે પોલીસે પાંચેય જૂગારીઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરી હતી.

જયારેત્રીજા દરોડામાં કુવાડવા પોલીસ મથકના પીઆઇ એમ. સી. વાળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. જે. એમ. ઝાલા તથા દેવેન્દ્રસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે સોખડા ગામ બેડળ નદીના પટ્ટમાં દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતા સોખડા ગામના દેવજી ઉર્ફે દેવલો ગાંડુભાઇ મેઘાણી (ઉ.૩૬), મુકેશ કેશુભાઇ રાઠોડ (ઉ.૩પ),  રવજી જાદવભાઇ ગોરીયા (ઉ.૩૭) અને વિનુ પોપટભઇ પરબતાણી (ઉ.૩૯) ને પકડી લઇ રૂ. ૪૪પ૦૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

જયારે ચોથા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ તથા હર્ષરાજસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ૧પ૦ ફુટ રોડ પર પ્રિયદર્શન સોસાયટી શેરી નં. પ માં રહેતા અશોકસિંહ દિલુભા ચાવડા (ઉ.૪પ) ના મકાનમાં દરોડો પાડી જૂગાર રમતા મકાન માલીક અશોકસિંહ તથા ગીતાનગરના અજીતસિંહ દીલુભા ચાવડા (ઉ.૩૮) અને રાજદીપ સોસાયટી શેરી નં. ૪ બ્લોક નં. પ૩પ ના જોરૂભા કથુભા ચાવડા (ઉ.પપ) ને પકડી લઇ રૂ. ૧૧૧૩૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(2:54 pm IST)