Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

મોદી સ્કુલમાં ફી પ્રશ્ને વાલીઓ અને NSUIનો હોબાળો

રાજકોટ : રાજકોટના અંબીકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલી મોદી સ્કુલમા સરકારની સ્કુલ ચાલુ ના થાય ત્યા સુધી ફી નહી ભરવાની જાહેરાત બાદ પણ દબાણ કરાવવામાં આવતા ૧૦૦થી વધુ વાલીઓ સાથે NSUI આગેવાનો જોડાતા  ભારે હોબાળો મચી ગયો હતો. અગાઉથી સ્કુલ સંચાલકો તાળુ મારી ચાલ્યા ગયા હતા. વાલીઓના પ્રશ્ર્નો હતા કે સરકારની જાહેરાત બાદ પણ સ્કુલ દ્રારા ફી માટે આડકતરી રીતના ફી માટે દબાણ શા માટે ઓનલાઈન શિક્ષણ ફરી ચાલુ કરવાનો નિર્ણય વાલીઓને વિશ્વાસમાં લીધા વગર ચાલુ કેમ કર્યુ. જયા સુધી સ્કુલ ચાલુ ના થાય ત્યા સુધી એક રૂપીયો ફી નહી ભરીશું પંરતુ ચાલુ થશે ત્યારે પહેલા દીવસે જ પુરી ફી ભરવા વાલીઓની તૈયારી છે.ઓનલાઈન શિક્ષણમા બાળક અભ્યાસ ના કરતુ હોવાથી વાલીઓ પોતાના બાળકને એક વર્ષ સુધી ડ્રોપ લેવા માટે તૈયારી બતાવી હતી. જો કે ત્યાર બાદ પણ વાલીઓએ સ્કુલ બહાર વિરોધ દર્શાવ્યો હતો તેમજ વાલીઓને સ્કુલ સંચાલક રૂબરૂ મળી તેમના પ્રશ્ર્નો નહી સાંભળે તો સંચાલક રશ્મિકાંત મોદીને ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ સહીત NSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત ,મીત પટેલ,નીલ ભાલોડી, ચેરીત દેસાઈ સહીત જોડાયા હતા. તે સમયની તસ્વીર.

(4:07 pm IST)