Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

વોર્ડ નં. ૧૦ બસેરા પાર્કમાં પેવર બ્લોકનું ખાતુમુર્હુત

રાજકોટ : વિધાનસભા ૬૯ ના ધારાસભ્ય અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૦ માં કાલાવડ રોડ પર રાણીટાવર પાછળ આવેલ બસેરા પાર્કમાં પેવર બ્લોકના કામનું ખાતમુહુર્ત ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી અને મેયર બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, સ્થાનિક ભાજપ અગ્રણી ડો. આશીષ મકવાણા, અશોકભાઇ પટેલ, બસેરા પાર્કના હેમલતાબેન રોકડ, મધુબેન બગથરીયા, પુનમબેન સોટોડીયા, મનીષાબેન બાબરીયા, દક્ષાબેન યાજ્ઞીક, મીરાબેન, નીલમબેન ગારલીયા, કિરણબેન વાઘમશી, પ્રભાબેન સરધારા, સુધાબેન સોલંકી, રેણુકાબેન મારૂ, હિનાબેન મહેતા, એકતાબેન બુધ્ધદેવ, કૌશિકભાઇ આચાર્ય, કેશવભાઇ સોલંકી, રાજેન્દ્રભાઇ યાજ્ઞીક, બિરેનભાઇ દવે, દક્ષાબેન પાઠક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:09 pm IST)