Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કલ્પના સરોજ : રૂ. બેથી ૧૦૦૦ કરોડ સુધીની સફર

દલિત સમાજની દીકરીએ ગરીબીને મ્હાત કરી... ૧૨ કંપનીઓની માલકીન બની : મજૂરી કરવાના રોજ રૂ. બે મળતા : સાતમા ધોરણમાં હતી ત્યારે લગ્ન થઇ ગયા : કાળઝાળ ગરીબી અને સાસરિયાનો ત્રાસ : માકડ મારવાની દવા પી ગઇ... જીવ બચ્યો અને જિંદગી ઝગમગી : પ્રેરક સંઘર્ષ કથા

એક સમયે બે રૂપિયા રોજમાં કામ કરનારી કલ્પના સરોજ આજે બે હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી એકાદ ડઝન કંપનીઓની માલિક છે. અને અંદાજે એકાદ હજાર કરોડ રૂપિયાની વ્યકિતગત મિલકત ધરાવે છે.

'હું દલિત છું કે ગરીબ છું એટલે આ કે તે કામ નથી કરી શકતો...!' એવા રોદણાં રોવાવાળા કે એવી ફરિયાદો કરનારા લોકો માટે મિસાલ બની ગયેલી કલ્પના સરોજની આ વાસ્તવિક કથા ધૂળમાંથી બેઠા થવા મથતા કોઈપણ વ્યકિતને આકાશે આંબવાની પ્રેરણા પુરી પાડે તેમ છે.ઙ્ગ

અડગ મનની  સ્ત્રીને પણ સમસ્યાઓના પહાડરૂપી હિમાલય કયાંય નથી નડતો...

આ કહેવત સાર્થક કરી બતાવી છે દેશની કરોડો દલિત-ગરીબ દીકરીઓની રાહબર બનેલી એવી કલ્પના સરોજ.

કોણ છે આ કલ્પના સરોજ...!!?

આવો વિગતે જાણીએ કોઈ સસ્પેન્સ પિકચર જેવી કલ્પનાની રોચક કહાની.

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના નાનકડા રોપરખેડા ગામમાં ૧૯૬૧માં અનુસૂચિત જાતિ જેવા ગરીબ ઉપેક્ષિત સમાજમાં જન્મેલી કલ્પનાના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા. પિતાના ૩૦૦ રૂપિયા જેવા નાનકડા પગારમાં બે ભાઈ, ત્રણ બહેન, દાદા-દાદી અને કાકાનો પરિવાર.. એમ મસમોટા પરિવારનું ગુજરાન ચલાવવું કપરું હતું.ઙ્ગ

કલ્પનાનો ઉછેર આવા અભાવો વચ્ચે પિતાને મળેલા સરકારી પોલીસ કવાર્ટરમાં થયો. બાજુની સરકારી શાળામાં તેનો અભ્યાસ શરુ થયો. કલ્પના ભણવામાં હોંશિયાર હતી પરંતુ દલિત હોવાને કારણે તેને શિક્ષકો અને સહાધ્યાયીઓની ઉપેક્ષા સહેવી પડતી.(૧૯૬૫-૭૦ આસપાસ)

પોતાના બાળપણના સંઘર્ષ વિશે કલ્પના એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'અમારા ગામમાં લાઈટ પણ નહોતી. બીજી પણ કોઈ સુખસુવિધા નહોતી. સ્કૂલથી છૂટીને ઘરે જતી વખતે મારે છાણ કે બળતણ વીણીને લઈ જવા પડતા. કયારેક મજૂરી કામે પણ જવું પડતું.'

કલ્પના જે સમાજમાં જન્મી તે દલિત પછાત સમાજનું અન્ય સમાજો કે ઊંચી જાતિના લોકો દ્વારા સદીઓથી આર્થિક, સામાજિક, શારીરિક શોષણ થતું આવ્યું હોય આ સમાજમાં દીકરી તરીકે જન્મ લેવો એ જાણે કે 'સાપનો ભારો' ગણાતો. એટલે નાનપણમાં જ દીકરીના લગ્ન કરી તેને સાસરે વળાવી દઈ મા-બાપ પોતાનો બોજ ઓછો કરતા.ઙ્ગ

એ રીતે સમાજના દબાણમાં આવી કલ્પનાના પિતાએ પણ તે સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારે બાર વર્ષની ઉંમરે જ તેના લગ્ન કરી નાખ્યા.ઙ્ગ

લગ્ન બાદ કલ્પના મુંબઈ આવી ગઈ. પરંતુ ત્યાં તો જાણે કે પારાવાર સમસ્યાઓ તેની રાહ જોઇને જ બેઠી'તી.

એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યા મુજબ,ઙ્ગ'સાસરિયામાં તેને પૂરતું ખાવાનું પણ નહોતું મળતું. કયારેક રસોઈમાં મીઠું વધુ પડી જવાના બહાને તેને માર પડતો, તો કયારેક કપડાં બરાબર ન ધોવાના બહાને તેની ધોલાઈ થતી.'

સાસરીયામાં આવા અત્યાર સહન કરનારી કલ્પનાને લગ્નના છ મહિના પછી પિતા મળવા આવ્યા તો દીકરીની દુર્દશા જોઈ તેને પોતાની સાથે ગામડે પરત લઈ ગયા.

લગ્ન બાદ દીકરી સાસરેથી પિયર પાછી આવે અથવા રીસામણે આવે ત્યારે કુટુંબીજનો અને અડોસ-પડોસના લોકોના ખૂબ મેણાં-ટોણાં સહન કરવા પડતા હોય છે. જો કે પિતાએ તેને ફરી ભણવા બેસાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જેના ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેનો જીવ ભણવામાં તો કેમ ચોંટે..!!?ઙ્ગઙ્ગ

ચારેબાજુથી નાસીપાસ થયેલી કલ્પનાને થયું કે જીવવું મુશ્કેલ છે પણ મરવું તો આસાન છે ને...!

અને કયાંકથી માંકડ મારવાની દવાની ત્રણ બોટલ લઈ તે ફોઈના ઘેર ચાલી ગઈ. ફોઈ ચા બનાવવા રસોડામાં ગયા ત્યાં તો કલ્પના ત્રણેય બોટલ ગટગટાવી ગઈ. ફોઈએ આવીને જોયું તો તેમના હોંસકોસ ઊડી ગયા. કલ્પનાના મોઢામાંથી ફીણ નીકળી ગયા હતા.ઙ્ગ

તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવાથી અને ડોકટરના પ્રયત્નોથી મહામુસીબતે તેનો જીવ બચાવી શકાયો.ઙ્ગ

બસ, અહીંથી જાણે કે કલ્પનાની જિંદગીએ કરવટ બદલી. તેને થયું કે જિંદગીએ તેને એક બીજી તક આપી છે.ઙ્ગ

તેને થયું કે કંઈક કરવાથી મરી જવાય એના કરતાં તો કૈક કરીને જીવવું શું ખોટું છે..!

અને તેની અંદર જાણે કે નવી ઉર્જા પેદા થઈ. કશુંક કરી દેખાડવાની ઝંખના જાગી.

આ ઘટના પછી તેણે અનેક જગ્યાએ નોકરી મેળવવાના પ્રયત્નો કર્યા પણ તેની નાની ઉંમર અને ઓછા અભ્યાસે તે કયાંય સફળ ન થઈ. જેથી તેને મુંબઈ જવાનું નક્કી કર્યું.ઙ્ગ

સોળ વર્ષની ઉંમરે જ કલ્પના તેના કાકા પાસે રહેવા મુંબઈ આવી ગઈ.ઙ્ગ સિલાઈ કામ આવડતું હોય કાકા તેને એક કાપડની મિલમાં કામ અપાવવા લઈ ગયા. પણ કોણ જાણે કેમ તે દિવસે તેનાથી સિલાઈ કામ થયું જ નહીં. જેથી તેને દોરા તોડવાનું કામ આપવામાં આવ્યું. એક દિવસની મજૂરી હતી બે રૂપિયા(મહિનાના સાઈઠ રૂપિયા)...!!!

પરંતુ કલ્પના હિંમત ન હારી. ફરીથી આત્મવિશ્વાસ કેળવી તેણે મશીન ચલાવવાનું કામ શરૂ કર્યું અને તેના માટે તેને મહિને સવા બસો રૂપિયા મળવા લાગ્યા.ઙ્ગ

આ સમય દરમિયાન જ કોઈ કારણોસર પિતાની નોકરી ચાલી ગઈ અને પરિવાર આખો મુંબઈ આવી ગયો.

ઙ્ગધીમે ધીમે બધું પાટે ચડી રહ્યું હતું ત્યાંજ કલ્પનાના જીવનમાં એક એવી ઘટના બની કે જેણે તેને ધ્રુજાવી દીધી. પૈસાના અભાવે તેની બહેનની દવા ન થઈ શકી અને તે મૃત્યુ પામી.ઙ્ગ

ત્યારે જ કલ્પનાને અહેસાસ થયો કે દુનિયામાં સૌથી મોટી બીમારી જો કોઈ હોય તો તે છે ગરીબી..! અને તેણે નિશ્ચય કર્યો કે ગરીબી નામની આ બીમારીને તે પોતાના જીવનમાંથી કાયમી વિદાય આપશે.

આવા દ્રઢ નિશ્ચય સાથે કલ્પના પોતાના નાનકડા ઘરમાં જ થોડા સિલાઈ મશીન લઈ આવી સોળ સોળ કલાક કામ કરવા લાગી. સિલાઈના કામથી થોડા પૈસા મળતા પણ તેનાથી કાંઈ વળતું નહિ. એટલે તેણે બિઝનેસ કરવાનું વિચાર્યું. પરંતુ તેના માટે પૈસા કયાંથી કાઢવા..?!ઙ્ગ

કલ્પના સરકારી લોન માટે પ્રયત્ન કરવા લાગી. એક માણસ હતો જે લોન અપાવવાનું કામ કરતો હતો. કલ્પના રોજ સવારે છ વાગ્યે તેના ઘર સામે જઈ બેસી જતી. પરંતુ તે વ્યકિત કોઈ ધ્યાન નહોતો દેતો. એક મહિના પછી પણ કલ્પના હિંમત ન હારી તો પેલી વ્યકિતએ તેની સાથે વાત કરવા મજબૂર થવું પડ્યું.ઙ્ગ

તે વ્યકિત પાસેથી જાણવા મળ્યું કે જો પચાસ હજારની લોન જોઇતી હોય તો આડીઅવળી દસ હજાર રૂપિયાની લાંચ આપવી પડે.ઙ્ગ કલ્પના આ બાબત સાથે સહમત નહોતી.ઙ્ગ

આ સમસ્યાને દૂર કરવા તેણે એક સંગઠન બનાવ્યું, જે લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરતું અને લોકોને લોન લેવામાં મદદ કરતું. ધીમેધીમે એ સંગઠન ખૂબ પ્રસિદ્ઘ થઈ ગયું. સમાજ માટે નિઃસ્વાર્થ કામ કરવાને લીધે કલ્પનાની ઓળખાણ ઘણા મોટા માણસો સાથે થઈ અને તે કલ્પનામાંથી કલ્પનાજી બની ગઈ.

તેમણે પોતે પણ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચાલતી મહાત્મા જયોતિબા ફૂલે યોજના અંતર્ગત ૫૦,૦૦૦ રૂપિયાની લોન લીધી. અને ૨૨ વર્ષની ઉંમરમાં જ ફર્નિચરનો બીઝનેસ શરૂ કર્યો. જેમાં તેમને સારી સફળતા મળી. પછી તો તેમણે એક બ્યુટી પાર્લર પણ ખોલ્યું.

ત્યારબાદ કલ્પનાજીએ સ્ટીલ ફર્નિચરના એક વેપારી સાથે બીજા લગ્ન કર્યા. પરંતુ ૧૯૮૯માં એક પુત્ર અને એક પુત્રીની જવાબદારી કલ્પનાજી ઉપર નાખી તેણે આ દુનિયામાંથી વિદાય લીધી.

દરમિયાન એક દિવસ એક વ્યકિત કલ્પનાજી પાસે આવ્યો. તેણે પોતાનો ૨.૫ લાખનો પ્લોટ વેચવાનું કહ્યું. કલ્પનાજી એ કહ્યું કે અઢી લાખ રૂપિયા તો મારી પાસે નથી. તે વ્યકિત એ કહ્યું, અત્યારે એક લાખ આપી દો. બાકીના પછી આપી દેજો. કલ્પનાજીએ પોતાની બચત અને થોડા ઉધાર લઈ એક લાખ રૂપિયા દઈ દીધા.ઙ્ગ

પણ પછી ખબર પડી એ જમીન વિવાદાસ્પદ છે. તેના ઉપર કોઈ બાંધકામ થઈ શકે તેમ નથી. કલ્પનાજીએ હિંમત હાર્યા વગર દોઢ-બે વર્ષ દોડાદોડી કરીને એ પ્લોટની બધી જ સમસ્યાઓ દૂર કરી. અને એ અઢી લાખના પ્લોટની કિંમત રાતોરાત ૫૦ લાખ થઈ ગઈ.ઙ્ગ

એક સ્ત્રીનું આટલી મોંઘી જમીનના મલિક બની જવું કેટલાક સ્થાનિક ગુંડાઓને ન ગમ્યું અને તે લોકોએ કલ્પનાજીની હત્યા કરવાનું કાવતરૂં ઘડ્યું. પરંતુ એ લોકો હત્યા કરે તે પહેલાં જ કોઈએ કલ્પનાજીને તેની જાણ કરી દીધી અને પોલીસે તે ગુંડાઓને પકડી લીધા.

આ ઘટના પછી કલ્પનાજી પોતાની પાસે એક લાયસન્સ વાળી રિવોલ્વર પણ રાખવા લાગ્યા. કલ્પનાજી કહેતા કે, હું બાબાસાહેબના એ વચનોમાં વિશ્વાસ રાખું છું કે 'સો દિવસ ઘેટાંની જેમ જીવવા કરતા એક દિવસ સિંહની જેમ જીવો.'

આત્મહત્યાના પ્રયાસ દરમિયાન તેમણે મોતને એટલું નજીકથી જોઈ લીધું હતું કે તેની અંદરથી મોતનો ડર નીકળી ગયો હતો. તેમણે પોતાના દુશ્મનોને સાફ શબ્દોમાં ચેતવણી આપી દીધી કે,

'તમે મને મારો એ પહેલાં એ જાણી લેજો કે મારી રિવોલ્વરમાં છ ગોળીઓ છે. છઠ્ઠી ગોળી ખતમ થયા પછી જ કોઈ મને મારી શકે છે.'

આ મામલો ખતમ થયો પછી તે જમીન ઉપર કલ્પનાજીએઙ્ગ કન્ટ્રકશન કરવાનું વિચાર્યું. પરંતુ તેના માટે તેની પાસે પૈસા નહોતા. જેથી તેણે એક સિંધી બિઝનેસમેન સાથે પાર્ટનરશિપ કરી. બિલ્ડરનું રોકાણ અને કલ્પનાની જમીન. જે ફાયદો થાય તેમાં ૬૫% બિલ્ડરના અને ૩૫% પોતાના. એવો સોદો નક્કી થયો. આ પ્રોજેકટમાં કલ્પનાજીને સાડા ચાર કરોડ રૂપિયા નફો મળ્યો.ઙ્ગઙ્ગ

ઙ્ગદરમિયાન કમાની ટ્યૂબ્સ નામની એક બંધ હાલતમાં રહેલી કંપનીનું સંચાલન કરવાની તેમને ઓફર મળી. ૧૯૬૦માં સ્થપાયેલી આ કંપની કામદાર યુનિયન અને મેનેજમેન્ટના વિવાદને કારણે ૧૯૮૫માં બંધ પડી ગઈ. ૧૯૮૮માં સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આ કંપની ફરી શરૂ કરવામાં આવી પરંતુ તેના સર્વ માલિકી હક મજદૂરોને આપવામાં આવ્યા. કારીગરો તેને યોગ્ય રીતે ચલાવી ન શકયા અને કંપની ઉપર કરોડો રૂપિયાનો વ્યાજનો બોજો વધતો ગયો.ઙ્ગ

આ સ્થિતિમાંથી કંપનીને ઉગારવા માટે ૨૦૦૦ની સાલમાં કારીગરો કલ્પનાજી પાસે આવ્યા. હવે સેવાકીય પ્રવૃતિઓના વ્યાપથી કલ્પનાજીની જાહેર જીવનમાં સારી નામના થઈ ગઈ હતી.ઙ્ગ

કારીગરોને ભરોસો હતો કે કલ્પનાજી માટીને પણ હાથ લગાવે તો તે સોનુ બની જાય તેવી તાકાત તે સ્ત્રી ધરાવે છે. કલ્પનાજી આ કંપનીને ઉગારી લેશે એવો સૌને વિશ્વાસ હતો.ઙ્ગ

૧૧૬ કરોડનું દેણું અને ૧૪૦ જેટલા લિટીગેશનના મામલા. કલ્પનાજીએ પ્રથમ તો તેમાં પડવાની ચોખ્ખી ના પાડી દીધી. પરંતુ જયારે તેમને ખબર પડી કે આ કંપની ઉપર ૩૫૦૦ મજૂરોનું અને તેમના પરિવારોનું ભવિષ્ય નિર્ભર છે. કેટલાય મજૂરો ભૂખે મરી રહ્યા છે અને કેટલાક ભીખ માંગવા મજબૂર બન્યા છે.

ઙ્ગઆ કરૂણ કથની સાંભળી કલ્પનાજીએ તે કંપનીનો મામલો પોતાના હસ્તક લીધો.

કંપનીના બોર્ડમાં પ્રવેશતાની સાથે જ તેમણે અલગ અલગ વિષયના નિષ્ણાંત ૧૦ સભ્યોની કોર કમિટિ બનાવી અને બધાને અલગ અલગ જવાબદારી સોંપી. દરમિયાન આ કમિટિએઙ્ગ કોના કેટલા પૈસા ચૂકવવાના બાકી છે તેનું લીસ્ટ પણ બનાવ્યું. તેમાં બેંક, ગવર્મેન્ટ અને ઉદ્યોગપતિઓના પૈસા હતા.ઙ્ગ

આખી પ્રક્રિયામાંથી પસાર થતા ખબર પડી કે અડધા ઉપરાંતની કરજની રકમ તો વ્યાજ અને પેનલ્ટીની છે.ઙ્ગ

કલ્પનાજી તત્કાલિન નાણામંત્રીને મળ્યા અને તેમને સમજાવ્યું કે જો સરકાર વ્યાજ અને પેનલ્ટી માફ કરી દે તો તેઓ બાકીના કરજદારોના પૈસા ચૂકવી શકે. જો કોર્ટ કંપની સામે કાર્યવાહી કરશે તો કોઈને કાઈ ફાયદો નહિ થાય. નાણામંત્રીનેઙ્ગ કલ્પનાજીની વાતમાં વજૂદ લાગ્યું. તેમણે બેંકના અધિકારીઓની મિટિંગ કલ્પનાજી સાથે ગોઠવી આપી. કલ્પનાજીની વાતથી અધિકારીઓ એવા તો પ્રભાવિત થયા કે બેંક વ્યાજ અને પેનલ્ટી ઉપરાંત ૨૫્રુ મૂળ લોન પણ માફ કરી દીધી.

૨૦૦૦ની સાલથી આ કંપની માટે સંઘર્ષ કરી રહેલ કલ્પનાજીને કોર્ટે ૨૦૦૬માં તે કંપનીના માલિક જાહેર કર્યા. કોર્ટે સાત વર્ષમાં બેંકનું દેણું ચૂકતે કરવા કલ્પનાજીને આદેશ કર્યો. કલ્પનાજીએ એક જ વર્ષમાં તે દેણું ચૂકવી દીધું. કામદારોના હક કોર્ટે ત્રણ વર્ષમાં ચૂકવવા આદેશ આપ્યો. જે કલ્પનાજીએ ત્રણ જ મહિનામાં ચૂકવી દીધા.ઙ્ગ

ત્યારબાદ તેમણે કંપનીને મોર્ડનાઇઝ કંપની બનાવી દેણાંદાર કંપનીમાંથી નફો રળતી કંપની બનાવી દીધી. આજે આ કંપની ૫૦૦ કરોડથી પણ વધુની કિંમત ધરાવે છે.ઙ્ગ

પછી તો કલ્પનાજી આવી તો બીજી અનેક કંપનીઓની મલિક બની છે.

સરકારે તેમની શૂન્યમાંથી શિખરે પહોંચવાની પ્રગતિને બિરદાવી કલ્પનાજીને ૨૦૧૩માં પદ્મશ્રી પુરસ્કાર અર્પણ કર્યો છે. અને કોઈ બેંકીંગ બેકગ્રાઉન્ડ ન હોવા છતાં તેમને ભારતીય મહિલા બેંકના બોર્ડ ઓફ ડિરેકટરમાં સામેલ કર્યા છે.ઙ્ગ

મિત્રો, કલ્પનાજીના આ સફળ જીવન સંઘર્ષમાંથી એક પ્રેરણા ચોક્કસ મળે કે માણસ ભણેલો હોય કે અભણ, ગરીબ હોય કે અમીર, તેનાથી કાંઈ ફેર નથી પડતો. પોતાની વિચારધારા અને મહેનતથી માણસ પોતાનું નસીબ પણ બદલી શકે છે. અસંભવને પણ સંભવ બનાવી શકે છે, પોતાના મોટામાં મોટા સપનાઓને પણ પુરા કરી શકે છે.      (વૈભવ મિશ્રાના લેખનો અનુવાદ)

દવા ગટગટાવી, પણ...

એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યા મુજબ,ઙ્ગ'સાસરિયામાં તેને પૂરતું ખાવાનું પણ નહોતું મળતું. કયારેક રસોઈમાં મીઠું વધુ પડી જવાના બહાને તેને માર પડતો, તો કયારેક કપડાં બરાબર ન ધોવાના બહાને તેની ધોલાઈ થતી.'

સાસરીયામાં આવા અત્યાર સહન કરનારી કલ્પનાને લગ્નના છ મહિના પછી પિતા મળવા આવ્યા તો દીકરીની દુર્દશા જોઈ તેને પોતાની સાથે ગામડે પરત લઈ ગયા.

લગ્ન બાદ દીકરી સાસરેથી પિયર પાછી આવે અથવા રીસામણે આવે ત્યારે કુટુંબીજનો અને અડોસ-પડોસના લોકોના ખૂબ મેણાં-ટોણાં સહન કરવા પડતા હોય છે. જો કે પિતાએ તેને ફરી ભણવા બેસાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જેના ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેનો જીવ ભણવામાં તો કેમ ચોંટે..!!?ઙ્ગઙ્ગ

ચારેબાજુથી નાસીપાસ થયેલી કલ્પનાને થયું કે જીવવું મુશ્કેલ છે પણ મરવું તો આસાન છે ને...!

અને કયાંકથી માંકડ મારવાની દવાની ત્રણ બોટલ લઈ તે ફોઈના ઘેર ચાલી ગઈ. ફોઈ ચા બનાવવા રસોડામાં ગયા ત્યાં તો કલ્પના ત્રણેય બોટલ ગટગટાવી ગઈ. ફોઈએ આવીને જોયું તો તેમના હોંસકોસ ઊડી ગયા. કલ્પનાના મોઢામાંથી ફીણ નીકળી ગયા હતા.ઙ્ગ

તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવાથી અને ડોકટરના પ્રયત્નોથી મહામુસીબતે તેનો જીવ બચાવી શકાયો.ઙ્ગ

બસ, અહીંથી જાણે કે કલ્પનાની જિંદગીએ કરવટ બદલી. તેને થયું કે જિંદગીએ તેને એક બીજી તક આપી છે.ઙ્ગ

તેને થયું કે કંઈક કરવાથી મરી જવાય એના કરતાં તો કૈક કરીને જીવવું શું ખોટું છે..!

: આલેખન :

ડો. સુનિલ જાદવ

રાજકોટ

મો. ૯૪૨૮૭ ૨૪૮૮૧

(4:11 pm IST)