Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સ્ટેન્ડીંગ કમીટીમાં આડે-ધડ ખર્ચ મંજૂરીઃ તંત્રને પપ લાખનું નુકશાનઃ કોંગ્રેસ

ટ્રી-ગાર્ડ ખરીદી-ડ્રેનેજ કામ-આજી-રિવર ફ્રન્ટ-ટીપરવાન ભંગાર વેચાણ-ભુગર્ભ ફરિયાદ નિકાલ કોન્ટ્રાકટ સહિતની છ ખર્ચાળ દરખાસ્તોમાં વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનો વિરોધ

રાજકોટ તા. ર૯ :.. મ.ન.પા.માં આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં આડે-ધડ નિર્ણયોથી પ્રજાને પપ લાખનું નુકશાન થયાનાં આક્ષેપો સાથે વિપક્ષ કોંગ્રેસનાં સ્ટેન્ડીંગ કમીટીનાં સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ ૬ જેટલી ખર્ચાળ દરખાસ્તોમાં વિરોધ દર્શાવ્યો હતો.

આ અંગે ઘનશ્યામસિંહ જણાવ્યું હતું કે  સ્ટેન્ડીંગ કમીટીમાં પત્રને ૧૩૯ જણાવ્યા મુજબ સેન્ટ્રલ સ્ટોર (એન્જી.) દ્વારા વર્ષ ર૦ર૦-ર૧ માટે ગાર્ડન વિભાગની સંદર્ભેમાં દર્શાવેલ ફાઇલ અન્વયે જુન ર૦ર૦થી શરૂ થતા ચોમાસા માટે વૃક્ષારોપણની જરૂરીયાત ધ્યાને રાખીને પ૦૦૦ નંગ ટ્રીગાર્ડ ખરીદી કરવાના કામ માટે રૂ. ૧૧૦૦ નાં ભાવના કુલ પપ,૦૦,૦૦૦ નો એસ્ટીમેન્ટ મંજૂર કરેલ. પરંતુ જો આ કામગીરી પુરી નિષ્ઠા મુજબ કરવામાં આવે તો આ ટ્રી-ગાર્ડ રૂ. ૭૦૦ થી ૮૦૦ માં જ તૈયાર થાય. તેમજ આ ટ્રીગાર્ડ મુકાયા બાદ પણ શું સંભાળ લેવામાં આવે છે ? ખરેખરે તેમની સંભાળ ખુબ જ મહત્વની છે. તેમજ રાજકોટની ઘણી બધી સામાજીક સંસ્થા વૃક્ષારોપણની કામગીરી કરી રહી છે. તો  આવા મોટા ખર્ચ કરીને પણ તેની સંભાળ લેવાતી ન હોય. આ ખોટા ખર્ચ કરવા યોગ્ય નથી. ને પ્રજા પૈસાનો યોગ્ય ઉપયોગ થવો જોઇએ. માટે આ દરખાસ્તનો મારો વિરોધ છે.

ત્થા પત્ર નં. ૧૧૧ રા. મ્યુનિ. કોર્પો. વોર્ડ નં. ૧૭ માં કોઠારીયા રોડ પર નંદા હોલથી શ્રધ્ધા ચોક સુધી સતાપર ૯૦૦ મી. મી. આર. સી. સી. એન. પી. ૩ ડ્રેનેજ પાઇપ નાખવા માટે ના કામ માટે રૂ. ૯૦,૦૦,૦૦૦ એસ્ટીમેન્ટ મુકવામાં આવેલ તેની સામે એક માત્ર એજન્સીને વધારા ૧૭.પ૦ ટકા વધુ ભાવ ચુકવીને રૂ. ૧,૦પ,૭પ-૦૦૦ -૦૦  ચુકવાની આ દરખાસ્તમાં વધારાના રૂ. ૧પ,૭પ,૦૦૦ વધારાની આ રકમ કોના ખીસ્સા ભરવાના છે. આ દરખાસ્તને રીટેન્ડર કરવી જોઇએ ને વધારાની આ ટકાવારી સામે મારો વિરોધ છે.

જયારે પત્ર નં. ૧૧૩ આજી રીવર રીડેવલમેન્ટ પ્રો. માટે ક્રમાક ૧ ના કમીટીના ઠરાવથી કન્સલ્ટન્ટ શ્રી એચ. સી. પી. ડીઝાઇન, પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લી. અમદાવાદની નિમણુંક કરવામાં આવેલ છે. આ કામગીરી માટે કન્સલ્ટન્ટ દ્વારા મંજૂર થયેલી ફી ઉપરાંત વધારાના રૂ. ૬,પ૦,૦૦૦ જેવી રકમ ચુકવવાના ના થાય છે. તો શું  આપણે આવી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ શું ફકત શોભાના ગાંઠીયા છે. તો પછી આવી કામગીરી માટે જો આ સમયે હોય તો શા માટે મોટા-મોટા  પગારનું ચુકવણું કરવામાં આવે છે ? માટે આ દરખાસ્તનો પણ મારા દ્વારા વિરોધ વ્યકત કરૂ છું.

આ ઉપરાંત પત્ર નં. ૧૧૯, રા. મ્યુનિ. કોર્પો. ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ટીપર મારફત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી કરવામાં આવે છે.જેમાં નવા ખરીદી કરેલા ૧૦૦ નંગ મીની ટીપરમાં પબ્લીક એડ્રેસ સાઉન્ડ સીસ્ટમ ઇન્સ્ટોલ કરીને 'સ્વચ્છતા ગીત' વગાડી લોકોમાં જાગૃતા ફલાવવા આવે છે. તો આ કામગીરી પણ યોગ્ય નથી. ને આ પહેલા પણ ટીપર વાનમાં જીપીએસ સીસ્ટમ તેમજ સાઉન્ડ સીસ્ટમ ફીટ કરવામાં આવી હતી. જે હવા ખાઇ રહી છે. તેનો શું યોગ્ય  ઉપયોગ થાય છે.તો વધારાનો ખોટો ખર્ચ યોગ્ય નથી. ને આપણે સર્વે સ્વચ્છતા કેવી  જાળવીએ છીએ. તે પ્રજા પણ જાણે  છે? માટે આ કામગીરીની  દરખાસ્ત ખોટા ખર્ચ સમાન છે. માટે આ દરખાસ્તનો વિરોધ છે.

તેવી જ રીતે પત્ર નં. ૧૩૬ માં દર્શાવ્યા પ્રમાણે રા. મ્યુનિ. કોર્પો.ના સોલીડ વેસ્ટ મનેજમેન્ટ શાખાના જુના સ્ક્રેપ કરવા લાયક વ્હીલબરાના ડબા ત્થા પ્લાસ્ટીક સ્ક્રેપનું એમએસટીસી મારફત  ઇ-ઓકશન મારફતે વેચાણ કરવા બાબતે જણાવવાનું આ કામગીરી કરતા પહેલા આ સ્ક્રેપ કેટલો છે. ને કયો કર્યો છે. તે બાબતે આ વિભાગ સંભાળતા અધિકારીશ્રીઓએ ચેક કરવો જોઇએ. તો આમ કરીએ તો રા. મ્યુનિ. કોર્પો. ના વધારાની રકમનો ફાયદો થાય. માટે આ કામગીરી  ઇ-ઓકશન કરીને વેંચણ કરવામાં આવે છે. તેની સામે મારો વિરોધ છે.

તેમજ પત્ર નં. ૧૩૭, રા. મ્યુનિ. કોર્પો. વોર્ડ નં. ૧૭ માં પ્રાઇવેટા ઝેશનથી ભુગર્ભ ગટર ફરીયાદ કરવાનું કામ માટે રૂ. ૧૪,૯૧૦૦૦ નું અંદાજ પત્ર મંજૂર કરવામાં આવેલ. તેમની સામે વધારાના ૧૦ ટકા ચુકવીને ૧૬.૪૦,૧૦૦ તેમજ વર્ષ ર૦ર૧-રર માં વધારાના ૧૦ ટકા વધુ ભાવ ચુકવીને રૂ. ૧૮૦૪૧૧૦ જેવી રકમ મંજૂર કરવામાં આવેલ. તો વધારાની રકમ સામે મારોવિરોધ વ્યકત કરૂ છું.

આવી ઉપરોકત સર્વે દરખાસ્તમાં પ્રજાના  પૈસાનું મોટુ નુકશાન થયું છે. તે સ્પષ્ટ દેખાય છે. તેમ અંતમાં ઘનશ્યામસિંહે જણાવ્યું હતું.

(4:13 pm IST)