Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સુબોધભાઇ મગીયા પરિવારનું પ્રેરણાદાયી કાર્ય

રાજકોટનાં હાલ અમેરિકા વસતા   સુબોધભાઈ મગીયા અને રૂપાબેન મગીયા જે રાજકોટનાં જેન અગ્રણી ઉપેનભાઈ મોદીનાં મિત્ર એ જીવદયા ગ્રુપ દ્વારા થયેલી પ્રવૃતિથી પ્રભાવિત થઈ તેમને તેમનાં માતુશ્રી વિમલાબેન એચ .મગીયા અને પૌત્ર આરવ શનિભાઈ મગીયા દવારા જીવદયા કાર્ય માટે બે હજાર કીલો મકાઈ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ આવેલ ચબૂતરાનાં પક્ષીઓ માટે નાખવામાં આવી. આ કાર્ય માટે જીવદયા ગ્રુપનાં અગ્રણી ઉપેનભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ ગ્રુપનાં સભ્યો   રમેશભાઈ દોમડીયા, પ્રકાશભાઈ મોદી, હિતેશભાઈ દોશી, નિરંવભાઈ સંઘવી, અમીતભાઈ દેસાઈ, નિખીલભાઈ શાહ, વિરેન્દ્રભાઈ સંઘવી, દીનેશભાઈ મોદી, સચીનભાઈ મોદી, પારસભાઈ મોદી, હેમાબેન મોદી, સુરીલભાઈ મોદી દ્વારા આજરોજ રેસકોર્ષમાં આવેલ ચબૂતરે મકાઈ નાંખવામાં આવેલ તે ઉપરાંત રેસકોર્ષનાં તમામ ઝાડ ઉપર ખિસ્કોલી વગેરે માટે લીલી મકાઈ મગાવવામાં આવી અને ભૂખ્યા શ્વાનો માટે પારલેજીનાં બીસ્કીટ અલગ અલગ વિસ્તારમાં સભ્યો દ્વારા નાંખવામાં આવેલ અને આ કાર્ય સતત ૧૫ દિવસ સુધી જીવદયા ગ્રુપનાં કાર્યકરો  દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જીવદયા પ્રવૃતિમાં સક્રીય કાર્ય કરી રહેલ જીવદયા ગ્રુપ છેલ્લા ચાર માસથી તમામ ચબૂતરા તમામ પશુ-પક્ષીની જગ્યાએ જઈ જીવદયાની પ્રવૃતિ કરી રહયા છે. સર્વે કાર્યકર્તાઓએ ત્રણ નવકાર બોલી ચણ અર્પણ કરેલ તેમજ કાર્યક્રમનાં અંતે રમેશભાઈ દોમડીયા દ્વારા માંગલીક ફરમાવવામાં આવેલ હતું.

(4:15 pm IST)