Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

મુખ્યમંત્રીની પત્રકાર પરિષદમાં સોશ્યલ ડીસ્ટન્સની ઐસી-તૈસી : ટોળા ઉમટતા પરિસ્થિતિ કાબુ બહાર : વિજયભાઇએ ખેદ વ્યકત કર્યો

રાજકોટ : આજે કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પત્રકાર પરિષદમાં મીડીયા કર્મીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા સોશ્યલ ડીસ્ટન્સના નિયમનો જબરો ભંગ થયો હતો. પરિસ્થિતિ કાબુ બહાર થઇ ગયેલ તસ્વીરમાં સ્પષ્ટ નજરે પડે છે.  આ પ્રકારે પત્રકાર પરિષદમાં મેળાવડો જામતાં કોરોના સંક્રમણ વધવાનો ભય ઉભો થયેલ. આથી મુખ્યમંત્રી વિજયભાઇએ પણ તંત્રની આ બેદરકારી નજરોનજર નિહાળી આ બાબતનો ખેદ વ્યકત કરી હવે પછી પુરતી વ્યવસ્થા જાળવીને આવા આયોજન કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:21 pm IST)