Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

મુખ્યમંત્રીના આગમનની અસરઃ તાકીદે એરપોર્ટ રોડના ખાડાઓ બુરાયા

એરપોર્ટ રોડ થી હનુમાન મઢી વિસ્તારમાં ન્યુસન્સ પોઇન્ટ ચોખ્ખા ચંણાક કરી દવા છંટકાવ કરાયો

રાજકોટ, તા. ર૯ : રાજકોટમાં કોરોના મહામારીની સમીક્ષા માટે આવેલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અસર એરપોર્ટ રોડ વિસ્તારમાં જોવા મળી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ જીલ્લામાં કોરોના મહામારી વકરતા અને એવરેજ રોજના ૬૦થી ૭૦ કેસો આવી રહ્યા હોય લોકડાઉન અને અનલોક-ર બાદ રાજકોટમાં વતન ધરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને આરોગ્યમંત્રી અને  નીતિનભાઇ પટેલ આજે રાજકોટ પહોંચતા તેની સીધી અસર હનુમાનમઢીની એરપોર્ટ રોડ સુધીના વિસ્તારોમાં જોવા મળી હતી.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમન પૂર્વે મ્યુ. કોર્પોરેશન દ્વારા એરપોર્ટ રોડ પટના ખાડાઓ મોરમ નાખી તાકીદે બુરવામાં આવ્યા હતા. તેમજ આ વિસ્તારના ન્યુસન્સ પોઇન્ટ પર કચરાના ઢગલાઓ ઉપાડી ઠેર-ઠેર દવા છંટકાવ કરી વિસ્તાર ચોખ્ખો ચણાંક કરવામાં આવ્યો હતો. આમ મુખ્યમંત્રીના આગમનની અસર લોકોને જોવા મળી હતી.

(4:32 pm IST)