Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોરોનાના આંકડામાં વિસંગતતા હોવી ન જોઈએ, હાલ લોકડાઉનની કોઈ જરૂર નથી : રમેશ ધડુક

રાજકોટ : પોરબંદરના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ધડુક આજે સવારે કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવેલ કે કોરોનાના પોઝીટીવ આંકડાઓમાં જે વિસંગતતા જોવા મળી રહી છે તે બિલકુલ ન હોવી જોઈએ. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી કેસ વધી રહ્યા હોય લોકડાઉનની જરૂર છે? આ પ્રશ્નના જવાબમાં શ્રી ધડુકે જણાવેલ કે અર્થતંત્રની ગાડી માંડ પાટે ચડી છે જેથી લોકડાઉનની કોઈ જરૂર જ નથી. લોકોએ સોશ્યલ ડિસ્ટન્સ રાખવુ જરૂરી છે. આ તકે રાજુ ધ્રુવ પણ ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:34 pm IST)