Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

કોરોના સામે રક્ષણ : અત્‍યાર સુધીમાં ૧૮ થી ૫૯ વયના ૪૫ હજાર શહેરીજનોએ બુસ્‍ટર ડોઝ લીધો

વધુમાં વધુ નાગરિકોને પ્રીકોશન ડોઝ લેવા પદાધિકારીઓનો અનુરોધ

રાજકોટ તા. ૨૮ : મહાનગરપાલિકા દ્વારા તા. ૧૫ જુલાઇથી ૧૮ થી ૫૯ વર્ષના નાગરિકો માટે વિનામૂલ્‍યે કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવતા આજ દિન સુધીમાં ૪૫ હજાર લોકોએ ડોઝ લઇ કોરોનાથી સુરક્ષિત થયા છે. વેક્‍સિન લેવાથી ઇમ્‍યુનિટીમાં ખૂબ જ વધારો થાય છે જેથી ૧૮ થી ૫૯ વર્ષના નાગરિકોને બુસ્‍ટર ડોઝ લેવા મેયર સહિતના પદાધિકારીઓએ અનુરોધ કર્યો છે.
મેયર ડો.પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, આરોગ્‍ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા એક સંયુક્‍ત યાદીમાં જણાવે છે કે,ᅠભારત સરકાર અને રાજય સરકારની સૂચના મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૫-૦૭-૨૦૨૨થી ૧૮ થી ૫૯ વર્ષનાં તમામ નાગરિકો માટે કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્‍ય કેન્‍દ્રમાં વિનામૂલ્‍યે આપવાનો પ્રારંભ કરેલ છે. અત્‍યાર સુધીમાં ૪૫,૧૬૦ નાગરિકોએ પ્રિ-કોશન ડોઝ લીધેલ છે. ૧૮ થી ૫૯ વર્ષના નાગરિકોએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હોય તેને છ મહિના પૂર્ણ થયા હોય તે તમામ નાગરિકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. ઉપરાંત ૬૦ વર્ષથી મોટી ઉંમરના નાગરિકો પણ કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ લઇ શકશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સવારે ૯ વાગ્‍યાથી સાંજના ૫ વાગ્‍યા સુધી શહેરના તમામ આરોગ્‍ય કેન્‍દ્ર પર વેકસીનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

 

(3:22 pm IST)