Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

લોકમેળામાં તંત્રને લાખોની કમાણી શરૂ : ખાણીપીણીના બે મોટા સ્‍ટોલમાં સવા ત્રણ લાખ વધુ ઉપજ્‍યા

એકમાં ૨૫ હજાર તો બીજામાં ૩ લાખ વધુ આવ્‍યા : બપોર બાદ રમકડાના ૩૨ સ્‍ટોલની હરરાજી : આજે ખાણીપીણીના બે મોટા સ્‍ટોલની હરરાજી થઇ હતી, તસ્‍વીરમાં સીટી પ્રાંત-૩ અને મામલતદારો હરરાજી કરાઇ તે નજરે પડે છે, નીચેની તસ્‍વીરમાં નાયબ મામલતદારો જણાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮ : આગામી તા. ૧૭ ઓગષ્‍ટથી કલેકટર તંત્ર દ્વારા યોજાનાર જગવિખ્‍યાત ૫ દિવસના લોકમેળામાં તંત્રને લાખોની કમાણી શરૂ થઇ ગઇ છે, ગઇકાલે રમકડા - નાની ચકરડીના કુલ ૨૪૪ સ્‍ટોલનો ડ્રો થયા બાદ બાકીના રમકડા કોર્નર, મોટી ખાણીપીણી, યાંત્રિક ફજતફાળકા તથા આઇસ્‍ક્રીમ ચોકઠાની હરરાજી આજથી શરૂ થઇ છે.

આજે સવારે ૧૧ વાગ્‍યે સીટી પ્રાંત-૩ શ્રી દેસાઇની ઉપસ્‍થિતિમાં તાલુકા મામલતદાર શ્રી કરમટા, પヘમિ મામલતદાર શ્રી જાનકી પટેલ, મામલતદાર શ્રી ચાવડા, નાયબ મામલતદારો ફીરોઝભાઇ, દુલેરા, વાછાણી, વર્ષાબેન વેગડા વિગેરે દ્વારા મોટી ખાણીપીણીના બે જમ્‍બો સ્‍ટોલ માટે હરરાજી કરાઇ હતી. જેમાં ૫ પાર્ટી મેદાનમાં હતી, સવારે ૧૧.૧૫થી બપોરે ૧૨.૧૫ કલાકમાં બંને સ્‍ટોલની હરરાજી પૂર્ણ થતા તંત્રને અપસેટ પ્રાઇઝ કરતા સવા ત્રણ લાખની જબરી આવક થઇ છે.

મોટી ખાણીપીણીનો એક સ્‍ટોલ અપસેટ પ્રાઇઝ ૨ લાખ સામે ૨૫ હજારમાં ગયો હતો, તો બીજા સ્‍ટોલમાં ૫ લાખ ૫ હજાર ઉપજ્‍યા હતા, બપોર બાદ રમકડા કોર્નરના ૩૨ સ્‍ટોલની હરરાજી થશે, જેની અપસેટ પ્રાઇઝ ૬૦ હજાર રૂપિયા છે.

(3:11 pm IST)