Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

વડાપ્રધાન મોદીના નેતૃત્‍વ હેઠળ સરકારની વિવિધ યોજનાઓના લાભો ગરીબો સુધી પહોંચે તે માટે સતત ચિંતીત : પ્રદિપ ડવ

મનપા દ્વારા ‘સ્‍વનિધિ મહોત્‍સવ' તથા વિવિધ આવાસોનો નંબર ફાળવણી ડ્રો કાર્યક્રમ યોજાયો

રાજકોટ તા. ૨૮ : ભારત સરકારશ્રી દ્વારા દેશભરમાં ઉજવવામાં આવી રહેલ ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ'ના અનુસંધાને શેરી ફેરિયાઓ અને તેમના પરિવારજનો માટે ‘સ્‍વનિધિ મહોત્‍સવ'નું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા તા.૨૭ અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે સ્‍વનિધિ મહોત્‍સવ તથા પ્રધાનમંત્રી અને મુખ્‍યમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ વિવિધ કેટેગરીના આવાસોનો નંબર ફાળવણી ડ્રો મેયર ડો.પ્રદિપ ડવના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો. આ પ્રસંગે મેયર પ્રદિપ ડવએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, આજનો કાર્યક્રમ શહેરી ફેરિયાઓ અને ગરીબો માટેનો કાર્યક્રમ છે આગાઉની સ્‍થિતિ જોઈએ તો સરકાર લાભાર્થીને યોજનાના રૂપિયા મોકલે પરંતુ લાભાર્થી સુધી પુરતા નાણા પહોચતા નહિ. હાલના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકાર વિવિધ યોજનાઓના લાભો ગરીબો સુધી પહોચે તેની સતત ચિંતા કરી રહી છે. આ ઉપરાંત તમામને સમાન હક અને સુવિધા મળવી જોઈએ. હાલની સરકાર દ્વારા ગરીબોને રોજગારી, આવાસ, સ્‍વાસ્‍થ્‍ય સેવાઓ વિગેરે માટે અનેક યોજનાઓ આમલમાં મુકેલ છે.

કાર્યક્રમના પ્રારંભે મેયર સહીતના મંચસ્‍થ મહાનુભાવોના હસ્‍તે દિપ પ્રાગટ્‍ય કરવામાં આવેલ. ડે. મેયર ડો. દર્શિતાબેન શાહે શાબ્‍દિક સ્‍વાગત કરેલ તેમજ ડે.કમિશનર આશિષ કુમારે કાર્યક્રમની રૂપરેખા અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપેલ. આ ઉપરાંત બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ અને હાઉસીંગ કમીટીના ચેરમેન વર્ષાબેન રાણપરાએ ઉપસ્‍થિત મહાનુભાવોનું પુસ્‍તકથી સ્‍વાગત કરેલ.

આ કાર્યક્રમમાં મેયર ડો. પ્રદિપ ડવના હસ્‍તે રીમોટ કંટ્રોલ વડે જુદી જુદી કેટેગરીના ૫૮૭ના આવાસોનો નંબર ફાળવણી કોમ્‍પ્‍યુટરાઈઝડ ડ્રો કરવામાં આવ્‍યો હતો.

ᅠઆ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડેપ્‍યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર તેમજ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા,ᅠ શાસક પક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડીત, શિશુ કલ્‍યાણના સમિતિના ચેરમેન જયોત્‍સનાબેન ટીલાળા, બાંધકામ કમિટી ચેરમેન કેતનભાઈ પટેલ, હાઉસીંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, ડે.કમિશ્નર આશિષકુમાર, ડે.કમિશ્નર સી.કે.નંદાણી, એ.આર.સિંહ, ભારત સરકારના પ્રતિનિધિ વિનીત સૈની, તેમજ વિવિધ કમિટીના ચેરમેનો તથા કોર્પોરેટરો, ભાજપ સંગઠનના હોદેદારો, અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ વગેરે ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમના અંતે શિશુ કલ્‍યાણ સમિતિ ચેરમેન જયોત્‍સનાબેન ટીલાળાએ આભારવિધિ કરેલ.

(3:35 pm IST)