Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

હરહર મહાદેવનો નાદ ગુંજયો : શ્રાવણ માસનો પ્રારંભ : શિવમંદિરોમાં મેળાવી માહોલ

રાજકોટના સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ, શ્રી જાગનાથ મહાદેવ, શ્રી પંચનાથ મહાદેવ, શ્રી નિલકંઠ મહાદેવ સહીતના મંદિરોમાં દર્શનાર્થીઅો-ભાવિકો દ્વારા પૂજા આરતીનો ધમધમાટ

રાજકોટ : ભગવાન શિવશંભુની ભક્તિનો અમુલો અવસર ઍટલે શ્રાવણ માસ! આજથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થતા રાજકોટની ચારેય દિશાઅોમાં આવેલ શિવમંદિરોમાં વહેલી સવારથી જ ભાવિકોની ચહલ પહલ શરૂ થઇ ચુકી છે. દર્શનીય શોભા, વિવિધ અભિષેક, લઘુરૂદ્રી, ગુરૂરૂદ્રી, પૂજા, આરતી, ધૂન-ભજન સહીતના કાર્યક્રમોથી શિવ મંદિરોના આંગણે મેળાવી માહોલ સર્જાયો છે. હરહર મહાદેવ, શિવશંભુ, જય ગીરનારી, ૐ નમઃ શિવાયનો રણકાર ગુંજવા લાગ્યો છે. આખો માસ વ્રત, જપ, તપ, ઉપવાસ, ઍકટાણાનો ઉપક્રમ ચાલશે. ઉપરોકત તસ્વીરો રાજકોટના સુપ્રસિધ્ધ ઍવા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ, શ્રી જાગનાથ મહાદેવ, શ્રી પંચનાથ મહાદેવ મંદિરોની છે. ઉપરોકત પ્રથમ હરોળની તસ્વીરમાં રાજકોટના પ્રથમ નાગરીક ઍવા મેયર શ્રી ડો. પ્રદિપ ડવ અને શ્રીમતી પ્રજ્ઞાબેન ડવઍ વોર્ડ નં. ૧૨ માં આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરે દર્શન પૂજનનો લ્હાવો લીધો હતો તે સમયની છે. જયારે બાજુની તસ્વીર આજી નદીમાં બીરાજતા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવની છે. અન્ય તસ્વીરો વિવિધ શિવાલયોની છે જેમાં ભાવિક ભકતો ભોળાશંભુને ભાવથી ભજતા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) 

(11:37 am IST)