Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

‘લમ્‍પી'ને રોકવા રસીકરણ માટે ગ્રાન્‍ટ ફાળવતા કારોબારી અધ્‍યક્ષ

રાજકોટ,તા.૨૯: જિલ્લામાં પશુઓમાં આવેલ લંપી સ્‍કિન રોગ ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો હોય તેમ જ પશુઓના મૃત્‍યુની સંખ્‍યા ઝડપથી  વધારો થતા રસી ની ખૂબજ જરૂરિયાત હોય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ સ્‍ટોક મર્યાદિત હોય તો રાજકોટ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી સહદેવસિંહ જાડેજા ના સ્‍વભંડોળની ગ્રાન્‍ટમાંથી તાત્‍કાલિક ૧૦,૦૦૦ નંગ રસી લેવા માટે તાત્‍કાલિક ગ્રાન્‍ટની ફાળવણી કરી છે.

પોતાના મતવિસ્‍તાર તેમજ ગોંડલ તાલુકામાં ઝડપથી રસીકરણ કરવા પશુ અધિકારીઓને તાત્‍કાલિક સૂચના આપેલ છે. વધુમાં સહદેવસિંહ જાડેજાએ જણાવ્‍યું કે ગોંડલ તાલુકામાં વધુ રસી ની જરૂરિયાત પડે તો વધુ ગ્રાન્‍ટની ફાળવણી કરીને તાત્‍કાલિક રસીને ખરીદી કરીને પશુઓને તાત્‍કાલિક રસીકરણ કરવા સૂચના આપેલ છે.

(1:22 pm IST)