Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

સરગમ પરિવારના સભ્‍યો માટે નાટય શો

સરગમ કલબ - લેડીઝ કલબ - સિનીયર સીટીઝન કલબ - કપલ કલબ તેમજ આમંત્રીતો અને અધિકારીઓ માટે હેમુ ગઢવી નાટયગૃહ ખાતે મુંબઇનું નાટક ગમે તેવા તોયે ગમે એવા નામનો નાટય શો યોજાયેલ. જેમાં કલાકાર તરીકે જયભાઇ કાપડીયા, પ્રતિમાબેન ટી, તુસારીકા રાજયગુરૂ, જીજ્ઞાબેન ત્રિવેદી, હિતેશભાઇ પારેખ, ચિંતનભાઇ મહેતા વગેરેએ અભિનયના ઓજસ પાથર્યા હતા. આ કાર્યક્રમમાં અરવિંદભાઇ રૈયાણી (ગુજરાત રાજય) વજુભાઇ વાળા, પોલીસ કમિશ્નર રાજુભાઇ ભાર્ગવ, રમણીકભાઇ જસાણી, રમેશભાઇ ઠકકર, કાળુભાઇ ફુલવાળા, રાજેન્‍દ્રભાઇ મહેતા,  જાણીતા કટાર લેખક જય વસાવડા, જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણી, શીવલાલભાઇ બારસીયા, પ્રફુલભાઇ ધામી, અજયભાઇ ભટ્ટ, ભાવેશભાઇ ઢોલરીયા, કાશ્‍મીરાબેન નથવાણી, કમલભાઇ ધામી, વિક્રમભાઇ પુજારા, વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહયા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન નીચે ભરતભાઇ સોલંકી, રાજેન્‍દ્રભાઇ શેઠ, જયસુખભાઇ ડાભી, સુનીલભાઇ દેત્રોજા, કનૈયાલાલ ગજેરા, જગદીશભાઇ કયારા, અનવરભાઇ ઠેબા, મનમોહન પનારા, ગીતાબેન હીરાણી, જયશ્રીબેન મહેતા, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્‍યાસ, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર, કમિટી મેમ્‍બરે જહેમત ઉઠાવેલ.

(3:54 pm IST)