Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ITI આજી ડેમ ખાતે ૫૦થી પણ વધુ જગ્‍યાઓ માટે કાલે એપ્રેન્‍ટીસ તથા રોજગાર ભરતી મેળો યોજાશે

રાજકોટ તા. ૨૯ : આઈ.ટી.આઈ. આજી ડેમ રાજકોટ ખાતે ૫૦ થી પણ વધુ જગ્‍યાઓ માટે  ૩૦ જુલાઈ એ એપ્રેન્‍ટીસ તથા રોજગાર ભરતી મેળો યોજાશે.

આ મેળામાં સિલ્‍વર કન્‍ઝ્‍યુમર ઈલેક્‍ટ્રીકલસ પ્રા.લી.(હરીપર, રાવકી, રાજકોટ)માં વિવિધ જગ્‍યાઓ જેવી કે ઇલેક્‍ટ્રિશિયન, ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ મિકેનિક, આર્મેચર મોટર રીવાઈન્‍ડીંગ, ફીટર માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ઇચ્‍છુક ઉમેદવારો આ પ્રક્રિયામાં ભાગ લેવા કોમ્‍પ્‍યુટરાઇઝ બાયોડેટા,ધોરણ ૧૦ની માર્કશીટ, સ્‍કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, આઈ.ટી.આઈ અભ્‍યાસ અંગેના ડોક્‍યુમેન્‍ટ્‍સ લાવવાના રહેશે.

ઉપરાંત જે ઉમેદવારોને એપ્રેન્‍ટિસ પૂર્ણ થઈ ગયું હોય તેઓને રેગ્‍યુલર જોબ પર રાખવામાં આવશે.

 તેમજ ભરતી મેળાનો સમય સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્‍યા સુધીનો રહેશે. કંપની વિશે વધુ વિગતો જાણવા http://www. silverglobal.com  વેબસાઈટ પરથી મળી રહેશે.તેમ આઈ.ટી.આઈ નાં આચાર્ય નિપુણભાઈ રાવલની યાદીમાં ઉમેરાયું છે.

(3:54 pm IST)