Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

લોકમેળો લુંટમેળો ન બને તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ વોચ રાખશે : ખાસ સ્ટોલ

રાજકોટ તા. ૨૯ : જન્માષ્ટમી લોકમેળાનું આયોજન થયુ છે. ત્યારે લોકો કોઇપણ રીતે છેતરાઇ નહીં તે માટે શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જિલ્લા પુરવઠા તંત્ર, ખોરાક ઔષધ નિયંત્ર વિભાગ, તોલમાપ વિભાગ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, એગમાર્ક વિભાગને સાથે રાખી  કેટેગરી-૧ માં 'ગ્રાહક બચાવો સ્ટોલ' કાર્યરત કરાશે.

ગુજરાત સરકાર દ્વારા જન આરોગ્યની જાળવણી માટે ફાળવવામાં આવેલ ફુડ ટેસ્ટીંગ મોબાઇલ લેબ વાહન (લેબ ઓન વ્હીલ) જન્માષ્ટમી લોકમેળામાં અવિરત દરેક ખાણી પીણીના સ્ટોલ ઉપર જઇ ખાદ્યપદાર્થોનું ચેકીંગ કરશે. કોઇપણ રીતે લોકો છેતરાય નહીં, લુંટાય નહીં તે માટે ગ્રાહક સુરક્ષા મંડળની ટીમ સતત વોચ રાખશે. તેમ મંડળના પ્રમુખ શ્રીમતી રમાબેન માવાણી (મો.૯૪૨૬૨ ૦૧૬૧૧)ની યાદીમાં જણાવાયુ છે. તેમજ આ પ્રવૃત્તિમાં યુવક યુવતિઓને સાથે જોડાવા પણ આહવાન કરેલ છે.

(3:55 pm IST)