Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

કેસ શરૂ થતાં પહેલા પરિણીતા અને સગીર પુત્રીને ૧ લાખ ચાર હજાર ચુકવવા આદેશ

ભરણ પોષણના કેસમાં ફેમેલી કોર્ટનો મહત્‍વનો ચુકાદો

રાજકોટ તા. ૨૯ : ભરણપોષણ મેળવવા માટેની અરજીમાં કેસ શરૂ થયા પહેલા પત્‍ની અને તેની સગીર પુત્રીને વચગાળાનું ભરણ પોષણ ચુકવવાનો ફેમેલી કોર્ટએ હુકમ ફરમાવ્‍યો હતો.

આ કેસની હકીકત મુજબ , નાનામવા મેઈન રોડ ઉપર આવેલા રાજનગર વિસ્‍તારમાં રહેતી  કોમલબેનના લગ્ન રાજકોટ મુકામે પ્રકાશભાઈ જોષી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન દંપતી વચ્‍ચે અણબનાવ બનતા તેણીની તબિયત બગડતા  તેના માવતરે ચાલી ગઈ હતી. બાદમાં તેણીની પુત્રીને પણ ઘર બહાર કાઢી મુકતા તે તેની માતા પાસે ચાલી ગઈ હતી. જેથી પરિણીતાએ ફેમેલી કોર્ટમાંથી પતિ પાસેથી ભરણ પોષણની રકમની માંગ કરતી અરજી કરેલ હતી અને મૂળ અરજી સાથે કેસ શરૂ થયા પહેલા પતિ પાસેથી વચગાળામાં ભરણપોષણની માંગ કરતી અરજી પોતાના વકીલ મારફતે કરેલ હતી. જે વચગાળાની અરજી ચાલવા પર આવતા પરિણીતાના વકીલે કરેલી દલીલોને કોર્ટે ધ્‍યાને લઈ પત્‍નીને કેસ ચાલે તે સમય દરમિયાન વચગાળામાં અરજીની દાખલ તારીખથી માસિક અરજદાર રૂા.૩,૫૦૦ અને  સગીર પુત્રીને રૂા.૨,૦૦૦-લેખે કુલ મળીને ૨કમ રૂા, ૫,૫૦૦ ભરણપોષણ પેટે ચુકવવા હુકમ કર્યો છે.

 અને કેસની નવી તારીખ મુકરર કરેલ છે અને આ રકમ અરજીની તારીખથી મળતા અરજદારને કેસ ચાલુ થયા પહેલા પતિ પાસેથી રૂા. ૧,૦૪,૫૦૦ ની ચડત ભરણપોષણની રકમ વસુલવા હકકદાર બનેલ છે.

આ કેસમાં  એડવોકેટ અજય એમ. ચૌહાણ, ડેનિશ જે. મહેતા અને તુષાર ડી. ભલસોડ રોકાયા હતા.

(3:57 pm IST)