Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

પત્‍નિ ઉપર શંકા કરી હત્‍યા કરવાના કેસમાં પતિની જામીન અરજીને ફગાવી દેતી કોર્ટ

રાજકોટ તા. ર૯: પત્‍ની ઉપર શંકા કરી તેને મોતને ઘાટ ઉતારનાર આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.ગત તા. ૧૮-ર-રર ના રોજ બામણબોર ગામે પત્‍ની ઉપર શંકા કરીફ તેને મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિ દેવુભાઇ મોહનભાઇ જાખાનીયા રહે. બામણબોર ગામ વાળાને પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેલ આરોપી દેવુભાઇ એ ચાર્જશીટ બાદ જામીન ઉપર છુટવા જેલમાંથી જામીન અરજી કરેલ હતી.

સરકાર તરફે સરકારી વકીલ હમાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીએ નજીવી બાબતમાં તેની પત્‍નીની હત્‍યા કરી નાખેલ છે. આ કેસમાં નજરે જોનાર સાહેદ આરોપીની માતા તથા તેના બાળકો છે. આવા જનુની આરોપીને જ ામીન આપવા જોઇએ નહીં તેવી રજુઆત કરેલ તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી યુ. ટી. દેશાઇ આ આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(5:02 pm IST)