Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ચારણ (ગઢવી) સમાજના તેજસ્‍વી છાત્રોને સોનલમા એજયુકેશનલ એવોર્ડ અપાશે

રાજકોટ, તા., ૨૯: આઇમાના આદેશ અનુસારની ઘણી રચનાત્‍મક અને પરીણામલક્ષી પ્રવૃતીઓ આઇશ્રી સોનલમાં એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ કરી રહયું છે. અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ એજયુકેશન ક્ષેત્રે સોનલમાં એજયુકેશનલ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. જેમાં આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની ધો.૧૦ તેમજ ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્‍ય પ્રવાહમાં સૌથી વધુ પીઆર પ્રાપ્ત કરનાર સૌરાષ્‍ટ્ર-કચ્‍છના કોઇ પણ ચારણ ગઢવી વિદ્યાર્થીને સોનલમાં એજયુકેશન એવોર્ડ તથા રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે.  આ માટે તા.૧૭-૮-ર૦રર સુધીમાં છેલ્લી ર૦રરની પરીક્ષાની (૯૦ પીઆર ઉપર માર્કસ હોય) તેવા વિદ્યાર્થીઓ માર્કશીટની ઝેરોક્ષ સાથે ઇન્‍દુબેન ધીરૂભાઇ ગઢવી મેમોરીયલ ટ્રસ્‍ટ માધવ વાટીકા, ગોલ્‍ડન સુપર માર્કેટની બાજુમાં સોજીત્રાનગર આમ્રપાલી રોડ રાજકોટ-૭ ઓફીસના સરનામે સાદા કાગળમાં પોતાનું નામ સરનામુ મોબાઇલ નંબર સાથે અરજી કરવી. ટ્રસ્‍ટીઓની વ્‍યસ્‍તતાના કારણે કૃપા કરી ફોન પર સંપર્ક નહી કરવા વિનંતી કરવામાં આવે છે. ઓફીસ સમય સવારે ૧૦ થી ૧ર સુધી રહેશે.

(4:01 pm IST)