Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

લઠ્ઠાકાંડના પગલે રાજકોટમાં દેશીદારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસઃ ૧૬ ઝડપાયા

આજીડેમ પોલીસે રામરણુજાનગરમાં દેશીદારૂની ભઠ્ઠી ચલાવતા જીજ્ઞેશ ઉર્ફે જીગાને ઝડપી લીધો

રાજકોટ તા. ર૯ : બોટાદ પંથક સહિત સમગ્ર રાજયમાં ચકચાર મચાવનાર લઠ્ઠાકાંડના પગલે રાજકોટમાં પણ પોલીસે દેશીદારૂના ધંધાર્થીઓ પર ઘોંસ બોલાવી હતી ગઇકાલે પોલીસે જુદા-જુદા વિસ્‍તારમાં પોલીસે દરોડા પાડી ૧૬ શખ્‍સોને દેશીદારૂ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં પોલીસ કમિશ્નર શ્રી રાજુભાર્ગવની સુચનાથી દેશીદારૂ અંગે ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં બી ડીવીઝન પોલસે લાલપરી મફતીયાપરામાંથી રૂા.૧૦૦ના દેશી દારૂ સાથે અશ્વીન નરેન્‍દ્રભાઇ પડાસખા (રહ. વીરડાવાજડી), માર્કેટ યાર્ડ પાસેથી રૂા.૬૦ના દેશીદારૂ સાથે મેહુલ રમણીકભાઇ ગીડાણી (રહે. સંતકબીર રોડ ભગીરથ સોસાયટી) તથા કુવાડવા રોડ પોલીસે મોરબી રોડ જાળીયા ગામ પાસેથી રૂા.૧૮૦ના દેશી દારૂ સાથે રમેશ ગાંડુભાઇ સોલંકીને તથા એરપોર્ટ પોલીસે બેડલા ગામ પાસેથી રૂા.૬૦૦ ના દેશીદારૂ સાથે નીરૂ વિકુભાઇ ઝખાણીયા, મણી સવજીભાઇ જખાણીયાને, તથા ભકિતનગર પોલીસે ઢેબર કોલોનીમાંથી  રૂા.૬૦૦ ના દેશીદારૂ સાથે પ્રકાશ રસીકભાઇ ગોહેલ અને જીન્‍નત સીદીકભાઇ માણેકને, જયારે થોરાળા પોલીસે રાજમોતી મીલ પાછળ મયુરનગર મફતીયાપરામાંથી રૂા.૩ર૦નો દેશીદારૂ સાથે દીવાળી ગોવિંદભાઇ બજાણીયાને તથા આજીડેમ પોલીસે ભુપગઢ રોડ બસ સ્‍ટેશન પાસેથી રૂા.૬૦ના દેશીદારૂ સાથે કિશન દિપકભાઇ બારૈયાને જયારે રામરણુજાનગરમાંથી રૂા.પ૦૦નો દેશીદારૂ, રૂા.૪૦૦ નો આથો, ગેસનો બાટલો, બે બેરલ, એકડોલ સહિતના દેશીદારૂના સાધનો સાથે જીજ્ઞેશ ઉર્ફે જીગો લક્ષ્મણભાઇ દલસાણીયાને, જયારે પ્રનગર પોલીસે ગાયકવાડી શેરી નં.પમાંથી રૂા.૪૦ના દેશીદારૂ સાથે હસમુખ છગનભાઇ માંગલીકા રૂા.૪૦ના દેશીદારૂ સાથે ચંદ્રેશ રમેશભઇા માંગલીકાને તથા ગાંધીગ્રામ પોલીસે શીતલપાર્ક મેઇન રોડ પરથી રૂા.ર૦૦ના દેશીદારૂ સાથે મયુર માવજીભાઇ પારેયાને, તથા યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતીયાપરા પાસેથી રૂા. ૧૦૦ ના દેશીદારૂ સાથે કાજલ ભીમાભાઇ વાથેલીયા, તથા માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ લેધેશ્વર સોસાયટી શેરી નં. ૭માંથી રૂા.ર૪૦ના દેશીદારૂ સાથે આરતી રમેશભાઇ ઝરીયાને તથા નાનામવા મેઇન રોડ લક્ષ્મીનગર શેરી નં.રમાંથી રૂા. ર૦૦ ના દેશીદારૂ સાથે પ્રકાશ જગુભાઇ મકવાણાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:02 pm IST)