Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

આલાપ ગ્રીનસીટી પાસેથી એકસેસમાં દારૂની ૧ર બોટલ સાથે એજાજ પકડાયો

યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ એકસેસ અને દારૂ સહિત રૂા.૩૪ હજારનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ર૯ : રૈયા રોડ આલાપગ્રીન સીટી પાસેથી યુનિવર્સિટી પોલીસે એકસેસમં દારૂની ૧ર બોટલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રૈયા રોડ આલાપગ્રીનસીટી પાસેએક શખ્‍સ એકસેસમાં દારૂ સાથે નીકળ્‍યો હોવાની બાતમી મળતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ યુવરાજસિંહ ઝાલા તથા ભગીરથસિંહ ખેર સહિતે આલાપગ્રીનસીટી પાસેથી એકસેસની ડેકીમાંથી રૂા. ૪૮૦૦ ની કિંમતની દારૂન ૧ર બોટલ સાથે એજાજ ગફારભાઇ બ્‍લોચ (ઉ.રપ) (રહે. જામનગર રોડ હુડકો કવાર્ટર પાછળ)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(5:05 pm IST)