Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

રાજકોટ બાર.એસો. દ્વારા કોવિડ-૧૯ સંદર્ભે વેકસીનેશન કેમ્‍પ યોજાયોઃ વકીલો-જજો, પોલીસ, કોર્ટ કર્મચારીઓએ લાભ લીધો

મ્‍યુનિ. કોર્પોરેશન અને મંત્રી અરવિંદભાઇ રૈયાણીના સહયોગથી યોજાયેલ કેમ્‍પમાં બહોળી સંખ્‍યામાં બુસ્‍ટર ડોઝ લેતા વકીલઃ બાર એસો.ની ટીમનું સુંદર આયોજન

રાજકોટઃ આજે બાર એસો. દ્વારા કોવિડ-૧૯ અંગે વેકસીનેશન કેમ્‍પ યોજાયો હતો જેમાં મોટી સંખ્‍યામાં વકીલો-જજો-પોલીસ અને કોર્ટના કર્મચારીઓએ લાભ લીધો હતો. પ્રસ્‍તુત તસ્‍વીરોમાં પ્રથમ બાર.એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ બુસ્‍ટર ડોઝ લેતા દર્શાય છે. તેની સાથે ઉપપ્રમુખશ્રી સિધ્‍ધરાજસિંહ જાડેજા, અમિત વોરા, ધર્મેશ સખીયા, પી.સી.વ્‍યાસ, વિગેરે દર્શાય છે. બાજુની તસ્‍વીરમાં વેકસીન લેવા જઇ રહેલા એડવોકેટ રાજેન્‍દ્રસિંહ ગોહિલ રાજેશ મહેતા, એડવોકેટ પાટીલ, કૈલાષ સાવંત, ઉજ્જવલ રાવલ સહિતના વકીલો દર્શાય છે, નીચેની તસ્‍વીરોમાં ડાબેથી એડવોકેટ નયનભાઇ વ્‍યાસ, નૈમિષભાઇ પટેલ, દિલીપભાઇ પટેલ બુસ્‍ટર ડોઝ લેતા જણાય છે.(૨૩.૨૪)

રાજકોટ, તા.૨૯: રાજકોટ બાર એસોસીએશન દ્વારા રાજકોટના જજશ્રીઓ, વકીલશ્રીઓ, કોર્ટ કર્મચારીઓ તથા પોલીસ અધીકારીઓ માટે કોવીડ-૧૯ના વેકસીન કેમ્‍પ બુસ્‍ટર ડોઝને આજે આયોજન કરવામાં આવ્‍યુ હતું.

આજરોજ તા.૨૯-૭-૨૦૨૨ના શુક્રવારના રોજ રાજકોટ બાર એસોસીએશન દ્વારા કોવીડ-૧૯ના વેકસીન કેમ્‍પના બુસ્‍ટર ડોઝનું આયોજન કરવામાં આવેલ હતુ જેનો લાભ રાજકોટના જજશ્રીઓ, વકીલશ્રીઓ, કોર્ટ કર્મચારીઓ તથા પોલીસ અધીકારીઓને બહોળી સંખ્‍યામાં લાભ લીધેલ હતો.

રાજકોટ બાર એસોસીએશન દ્વારા જે જજશ્રીઓ વકીલશ્રીઓ તથા કોર્ટ સ્‍ટાફના કર્મચારીઓને કોવીડ-૧૯ના વેકસીન કેમ્‍પના બુસ્‍ટર ડોઝમા બાકી રહી ગયેલ હોય તેમના માટે કોવીડ-૧૯ના બુસ્‍ટર ડોઝના વેકસીનના કેમ્‍પનું આયોજન ૬૮  - રાજકોટ વિધાનસભાના ધારાસભ્‍ય અને રાજય કક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી તથા રાજકોટ મ્‍યુનીસીપલ કોર્પોરેશનના સહયોગથી તા.૨૯-૭-૨૦૨૨ના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ કલાક સુધી સીવીલ કોર્ટ બીલ્‍ડીંગની લાયબ્રેરીમાં કરવામાં આવેલ હતુ. આ વેકસીન કેમ્‍પમા રાજકોટના જજશ્રીઓ, વકીલશ્રીઓ, કોર્ટ કર્મચારીઓ તથા પોલીસ અધિકારીઓને બહોળી સંખ્‍યામાં હાજર રહી વેકસીન કેમ્‍પમાં વેકસીનનો બુસ્‍ટર ડોઝ લગાડી આ કેમ્‍પનો લાભ લીધેલ હતો.

આ વેકસીન કેમ્‍પના કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઇ એસ.પટેલ, ઉપપ્રમુખ સિધ્‍ધરાજસિંહ કે.જાડેજા, સેક્રેટરી પી.સી.વ્‍યાસ, જોઇન્‍ટ સેક્રેટરી ધર્મેશભાઇ સખીયા, ટ્રેઝરર જીતેન્‍દ્રભાઇ એચ.પારેખ, લાયબ્રેરી સેક્રેટરી સુમીતભાઇ વોરા તથા કારોબારી સભ્‍યો અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, હિરેનભાઇ ડોબરીયા, નૃપેનભાઇ ભાવસાર, વિવેકભાઇ સાતા, નૈમીષભાઇ પટેલ, કિશનભાઇ રાજાણી, મનીષભાઇ પંડયા, મોનીષભાઇ જોષી, ચેતનાબેન કાછડીયા, અશ્‍વિન એ.મહાલીયા, ચીરાગભાઇ લીંબાસીયાએ જહેમત ઉઠાવેલ હતી. તેમ બાર એસો.ના સેક્રેટરી પી.સી.વ્‍યાસની યાદીમાં જણાવાયું છે.

(4:16 pm IST)