Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

૪૭ વર્ષ જુની સંસ્થા શ્રી ચંદ્રસિંહજી(ભાડવા) સ્ટડી સર્કલના નવા હોદેદારોની સર્વાનુમતે થઇ વરણી

રાજકોટ, તા., ર૯:  શહેરમાં ૪૭ વર્ષથી કાર્યરત ક્ષત્રિય સમાજની સંસ્થા શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલની તા. ર૪-૦૭-ર૦રર રવિવારના રોજ સંસ્થાના પ્રમુખશ્રી નામદાર ઠાકોર સાહેબ માંધાતાસિંહજીના અધ્યક્ષ સ્થાને વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં સંસ્થાની પરંપરા અને સૌનો એક મત સાથે ઇલેકશન નહી પણ સીલકેશન મુજબ આાગમી ર૦રર/ર૩ ના નવા હોદ્દેદારો કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી.

વાર્ષિક સાધારણ સભાના આરંભે કોરોના કાળના કપરા સમયે અવસાન પામેલ સમાજના અગ્રણી ભાઇઓએ સભા ઉપસ્થિત સૌ બે મીનીટ મૌન પ્રાર્થના સાથે સદ્ગતના આત્માઓને દિવ્યાંજલી પાઠવી હતી. ત્યારબાદ સંસ્થાના વાર્ષિક હિસાબો રજુ કરાયેલ હતા. જે સર્વાનુમતે મંજુર રખાયા હતા. આગામી વર્ષ માટેના હોદ્દેદારોની સર્વાનુમતે નિમણુંક કરાયેલ હતી. જેમાં સંસ્થાના પ્રમુખપદે નામદાર ઠાકોર સાહેબશ્રી રાજકોટ માંધાતાસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે અશોકસિંહ એમ. વાઘેલા (લોલીયા), શૈલેન્દ્રસિંહ ડી. રાણા (દૂધેરજ), માનદમંત્રી દેવેન્દ્રસિંહ (ટીકુભાઇ) આર. જાડેજા, (કોઠારીયા), સહમંત્રી રત્નદિપસિંહ એમ. જાડેજા (સગાળીય), ભરતસિંહ આર. જાડેજા (વાગુદડ), ખજાનચી તરીકે મયુરસિંહ એ. જાડેજા (વાગુદડ), સંગઠન મંત્રી પ્રવિણસિંહ વી. ચુડાસમા (જીંજર), આદિત્યસિંહ વી. ગોહિલ (ખીજડીયા), જયદિપસિંહ જાડેજા (સંઘાણ), રાજદીપસિંહ (રાજાભાઇ) જાડેજા (વાવડી-કોઠારીયા), હરપાલસિંહ એમ. જાડેજા (જગામેડી), હરપાલસિંહ એસ. જાડેજા (રાજપરા), ઓડીટર તરીકે હિતેન્દ્રસિંહ જી. વાઘેલા (બકરાણા), શિક્ષણ સમિતિમાં પ્રો. ઇન્દ્રજીતસિંહ જે. જાડેજા (ઠેબચડા), પ્રો. ધર્મેન્દ્રસિંહ ઝાલા (કટુડા) ની નિમણુ઼ક કરાઇ હતી.

આ ઉપરાંત કારોબારી સભ્યોમાં દૈવતસિંહ બી. જાડેજા (ચાંદલી), વિરમદેવસિંહ ચુડાસમા (પરબડી), દિગ્વીજયસિંહ ચુડાસમા (બાવળીયાળી), બળદેવસિંહ ચુડાસમા (ભડીયાદ), છત્રપાલસિંહ (સતુભા) જાડેજા (પડવલા), દિલીપસિંહ પી. જાડેજા (નાના ઇટાળા), યોગરાજસિંહ જાડેજા (વાવડી), દિગ્વીજયસિંહ એન. જાડેજા (નાના મૌવા), જીતુભા જાડેજા  (ભરૃડી) દિલજીતસિંહ કે. જાડેજા (ભાતેલ), ભગીરથસિંહ એસ. ઝાલા (ઝાલા મેઘપર), વિજયસિંહ જાડેજા (માલીયાસણ), નરેન્દ્રસિંહ જાડેજા (વડાળી), જયદીપસિંહ પી. જાડેજા (સુકી સાજડીયાળી), હરપાલસિંહ એન. વાઘેલા (ગાણોલ), મહીરાજસિંહ પી. ઝાલા (રતનપર), રવિરાજસિંહ બી. ઝાલા (રામપરા), રવિરાજસિંહ આર. ઝાલા (સરધારકા), સત્યજીતસિંહ એ. જાડેજા (કાળીપાટ), યોગેન્દ્રસિંહ ડી. ચુડમાસ (આંબળી), જયુભા ડી. ઝાલા (રંગપર), ચનુભા પરમાર (દેવળીયા), પરાક્રમસિંહ આર. ગોહિલ (રામણકા), દિવ્યરાજસિંહ જી. જાડેજા (લોધીકા), દુષ્યંતસિંહ બી. જાડેજા (શાપર), મનરસિંહ જાડેજા (લીયારા) જયદેવસિંહ જાડેજા (રીબ), સિધ્ધરાજસિંહ જાડેજા (ચાચાવદરડા), દિલીપસિંહ ઝાલા (રવાપર નદી), સહદેવસિંહ એન. જાડેજા (બેલા), રવિરાજસિંહ ગોહીલ (મોણપર), ચંદ્રસિંહજી જી. જાડેજા (રાજપર), શાંતુભા ઝાલા (સરધારકા), દિલીપસિંહ જાડેજા (મેટીયા)ની વરણી કરાઇ હતી. સભાનું સંચાલન દૈવતસિંહ જાડેજા દ્વારા કરાયું હતું. સંસ્થાના પ્રમુખ માંધાતાસિંહજી તેમજ ઉપસ્થિત સમાજના આગેવાનો, વડીલો દ્વારા નવી બોડીને સમાજના સર્વાંગી વિકાસશીલ અભ્યાસ ક્ષેત્ર સહિતના સમાજલક્ષી કાર્યો કરે તેવા અભિનંદન પાઠવ્યા હતા. સભામાં આભારવિધિ નવનિયુકત ઉપપ્રમુખ શ્રી અશોકસિંહ વાઘેલા દ્વારા કરાઇ હતી.

(4:30 pm IST)