Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ડીજીટલ સભ્ય નોંધણી અભિયાનઃ અશોક ડાંગર

વોર્ડ નં. ૭,૮,૯,૧૧માં સભ્યો નોંધાયા

 રાજકોટ,તા. ર૯ :  શહેર કોંગ્રેસ સમિતિની યાદી જણાવે છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજયમાં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરુ કરવામાં આવેલ છે જે ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેરમાં વોર્ડ નં.૯ અને વોર્ડ નં.૧૧ માં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

જયારે ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શહેરમાં વોર્ડ નં. ૭ અને વોર્ડ નં. ૮માં ડીજીટલ સભ્યો નોંધણી અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

આ ઝુંબેશમાં વોર્ડના સંગઠનો દ્વારા બુથ વાઈઝ ડીજીટલ સભ્યો નોંધવા અંગે માર્ગદર્શન અને ટેકનીકલ તાલીમ આપવામાં આવેલ છે તેમાં વોર્ડ નં.૯ અને વોર્ડ નં.૧૧ ના વોર્ડના મુખ્ય આગેવાનો અને સેકટર સંયોજકોને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પ્રદેશ આગેવાનો દિનેશભાઈ ચોવટિયા, દિનેશભાઈ મકવાણા, મુકેશભાઈ ચાવડા, સુરજભાઈ ડેરની  આગેવાનીમાં બેઠક યોજાઇ હતી.

 આ તકે ઉપસ્થિત મહિલા પ્રમુખ મનીષાબા વાળા, ઓબીસી ડીપા. ચેરમેન રાજેશભાઈ આમરણયા, વોર્ડ પ્રમુખ કેતનભાઈ તાળા, ગીરીશભાઈ દ્યરસંડિયા, કોર્પોરેટરો દ્યનશ્યામસિંહ જાડેજા, પરેશભાઈ હરસોડા, પારૂલબેન ડેર, વસંતબેન માલવી આગેવાનો પરાગ મકવાણા, મનસુખભાઈ વેકરીયા, કિંજલબેન જોશી, પ્રતીમાબેન વ્યાસ, વિશાલ દોંગા, પ્રકાશ વેજપરા, રાજેશભાઈ ગરચર, પ્રવીણભાઈ પરમાર, રાજેશભાઈ જોટંગીયા, વિગેરે સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા તેમજ સરકારશ્રીની ગાઈડલાઈનનો અમલ કરવામાં આવ્યો હતો.

શહેરમાં વોર્ડ નં.૭ અને વોર્ડ નં.૮ માં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરુ કરવામાં આવેલ છે. આ ઝુંબેશમાં વોર્ડના સંગઠનો દ્વારા બુથ વાઈઝ ડીજીટલ સભ્યો નોંધવા અંગે માર્ગદર્શન અને ટેકનીકલ તાલીમ આપવામાં આવેલ છે તેમાં વોર્ડ નં.૭ અને વોર્ડ નં.૮ ના વોર્ડના મુખ્ય આગેવાનો અને સેકટર સંયોજકોને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશ આગેવાનો દિનેશભાઈ ચોવટિયા, રાજદીપસિંહ જાડેજા, મુકેશભાઈ ચાવડા સુરેશભાઈ બથવાર, પૂર્વ વિરોધપક્ષના નેતા પ્રવીણભાઈ રાઠોડની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી.

આ તકે ઉપસ્થિત મહિલા પ્રમુખ મનીષાબા વાળા, સેવાદળ મુખ્ય સંગઠક રણજીતભાઈ મુંધવા, ઓબીસી ડીપા. ચેરમેન રાજેશભાઈ આમરણયા, યુથ કોંગ્રેસ પ્રમુખ મુકુંદ ટાંક, ભાવેશ ખાચરિયા, વોર્ડ પ્રમુખ કેતનભાઈ જરીયા, મહેન્દ્ર શ્રીમાળી, આગેવાનો જીગ્નેશ જોશી, ગોપાલ બોરાણા, રણજીત રાઠોડ, કંચનબેન વાળા, કિશોરસિંહ જાડેજા, નાગજીભાઈ વિરાણી, નીલદીપ તળાવીયા, નયન ભોરણીયા, સંકેત રાઠોડ, વિગેરે સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા તેમજ સરકારશ્રીની ગાઈડલાઈનનો અમલ કરવામાં આવ્યો હતો.

(4:09 pm IST)