Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કોઠારીયા સોલવન્ટ મહમદીબાગમાં રાતે બે વાગ્યે વિજળી પડીઃ મકાનમાં નુકસાન

રાજકોટઃ રાત્રીના બારેક વાગ્યેથી શહેરમાં શરૂ થયેલો વરસાદ વહેલી સવારે રોકાઇ ગયા બાદ બપોરથી ફરી ભારે વરસાદ શરૂ થયો હતો. રાત્રીના વિજળીના કડાકા ભડાકાના દ્રશ્યો ડરાવી મુકે તેવા હતાં. એ દરમિયાન કોઠારીયા સોલવન્ટ મહમદીબાગ વિસ્તારમાં રોયલ પાર્ક 'શુ કૂન' નામના મકાનમાં રહેતાં રિયાઝભાઇ કરીમભાઇ કુરેશીના મકાન પર રાત્રીના બે વાગ્યે વિજળી પડતાં મકાનમાં નુકસાન થયું છે. વિજળી પડવાથી અગાસીનો એક છેડો, ઘરમાં દાદરામાં તિરાડ પડી ગઇ હતી. તેમજ તમામ ઇલેકટ્રીક વાયરીંગ બળી ગયું હતું.  વિસ્તારના જાગૃત નાગરિક અયુબભાઇએ જણાવ્યા મુજબ  જ્યાં વિજળી પડી એ ઘરમાં પરિવારજનો હાજર હતાં. સદ્દનસિબે કોઇ જાનહાની થઇ નથી. ઘર પર વિજળી પડતાં આ વિસ્તારમાં ભય ફેલાઇ ગયો હતો. 

(3:14 pm IST)