Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રેલનગર અન્ડરબ્રીજના કામમાં પોલં-પોલઃ ચોમાસા પછી પણ પ્રજા હેરાન થાય છે

રાજકોટ : રેલનગર અન્ડરબ્રિજનું કામ રેલ્વે કોન્ટ્રાકટર દ્વારા થયું છે. મ.ન.પા.એ આ માટે કરોડો ખર્ચ કર્યા છે. છતા આ બ્રિજનાં કામમાં પોલં-પોલને કારણે દર વર્ષે ચોમાસા પછી પણ ૪ થી ૬ મહિના સુધી આ બ્રિજના પાણી વહેતુ રહે છે. કેમ કે જમીનના તળનું પાણી રોકવા અથવા તેના નિકાલ માટે 'ગ્રાઉટીંગ'નું કામ થયુ નથી. (આ માટે હજુ ૬૦ લાખનો ખર્ચ થાય તેમ છે.)આથી આ સમસ્યા ઉકેલવા લોકો ઉગ્ર માંગ ઉઠાવી રહ્યા છે.  નોંધનીય છે કે, રેલનગર અન્ડરબ્રીજ ૪ વર્ષે બન્યો અને બની ગયા પછી પણ રેલનગર વિસ્તારની યાતના યથાવત છે. અંદાજે ૧૧ કરોડનો ખર્ચ કર્યા પછી પણ બ્રિજ કામમાં ટેકનીકલ ખામી રહી છે. બ્રિજમાંથી દર ચોમાસે જમીનના તળનું પાણી ચોમાસા પછી પણ નિકળ્યા કરે છે. કમે કે જમીનમાંથી નિકળતા પાણીનાં નિકાલ માટે 'ગ્રાઉટીંગ'નું કામ થયુ નથી. હવે આ કામગીરી માટે મ.ન.પા.ને ૬૦ લાખનો ખર્ચ કરવો પડે તેમ છે. આ ખામી દૂર થશે તો જ સમસ્યા દૂર થશે.  (તસ્વીરઃ સંદિપ બગથરિયા) 

(3:49 pm IST)