Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે કલેકટર કચેરી ખાતે ડીસ્ટ્રીકટ એન.સી.ડી. સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

હૃદય રોગથી બચવા બી.પી., ડાયાબિટીસ જેવા નોન કોમ્યુનીકેબલ ડિસીઝની સમયાંતરે તપાસણી કરવી જરૂરી

રાજકોટ : વિશ્વ હૃદય દિવસ નિમિત્તે  ડીસ્ટ્રીકટ એન.સી.ડી. સેલ, પદ્મકુંવરબા હોસ્પિટલ દ્વારા  કલેકટર કચેરી, રાજકોટ ખાતે ડીસ્ટ્રીકટ એન.સી.ડી. સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને  કલેકટર અરુણ મહેશ બાબુએ ખુલ્લો મુક્યો હતો. કલેકટર કચેરી ખાતે આયોજિત કેમ્પમાં કલેકટર અરુણ મહેબ બાબુ, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર સહીત કર્મચારીઓનું એમ.ડી. ફિઝિશ્યનની હાજરીમાં બી.પી., ડાયાબિટીસ સહીત મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

આ અંગે વધુ માહિતી આપતા એન.સી.ડી. સેલના ડો.ઝલકના જણાવ્યા મુજબ હૃદય રોગથી બચવા બી.પી., ડાયાબિટીસ જેવા નોન કોમ્યુનીકેબલ ડિસીઝની સમયાંતરે તપાસણી કરવી જરૂરી છે.
આ કેમ્પનું આયોજન પદ્મકુંવરબા હોસ્પિટલના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડો. કેતન પીપળીયાના માર્ગદર્શન હેઠળ,  કન્સલ્ટ ફિઝીશ્યન, એન.સી.ડી. પ્રોગ્રામ ઓફિસર, નર્સિંગ સ્ટાફ તેમજ કાઉન્સેલિંગ ટીમની મદદથી કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ કર્મચારીઓએ લીધો હતો.

(8:12 pm IST)