Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

વિછીયાના સનાળામાં કિશોરભાઇ ફતેપરા પર બે કાકા સહિતનો હુમલો

વાડીએ બોલાવી તારી દિકરીનું સગપણ જલ્‍દી કરાવી નાંખ તેમ કહી માથાકુટ કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૯: વિછીયાના સનાળા ગામે રહેતાં અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતાં કિશોરભાઇ અંબારામભાઇ ફતેપરા (ઉ.૪૨)ને રાતે તેના કાકા વલ્લભભાઇ વિઠ્ઠલભાઇ ફતેપરાએ પોતાની વાડીએ વાત કરવા બોલાવ્‍યા બાદ હુમલો કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયા અને ધર્મેન્‍દ્ર હુદડે વિછીયા પોલીસને જાણ કરી હતી.

કિશોરભાઇના કહેવા મુજબ મને વાડીએ બોલાવી બે કાકા વલ્લભભાઇ, પોપટભાઇ અને તેની સાથેના કલ્‍યાણ અંબારામ, અમરત ગોપાલ સહિતે લાકડીથી હુમલો કર્યો હતો. મારી દિકરીનું સગપણ મારે સામસામે કરવાનું હોઇ કાકા સહિતે ગમે ત્‍યાં દિકરીને વળાવી દેવાની વાત કરતાં બોલાચાલી થઇ હતી અને મારા પર હુમલો કરાયો હતો. પોલીસે આક્ષેપો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:04 am IST)