Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

રીબડામાં અનિરૂધ્‍ધસિંહ જાડેજા કોંગ્રેસને સમર્થન આપશે?

પત્રકાર પરિષદમાં શું જાહેરાત કરે છે? તેના ઉપર સૌની મીટ

રાજકોટ,તા.૨૯ : ચુંટણી ટાણે ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. ગોંડલમાં જયરાજસિંહની ધમકી બાદ અનિરૂધ્‍ધસિંહમેદાનમાં આવ્‍યા છે.  જેમાં ગોંડલના દેરજી કુંભાજી ગામમાં અનિરૂધ્‍ધસિંહે સભા યોજી  જયરાજસિંહ વિરૂધ્‍ધ આકરા પ્રહારો કર્યા હતા. ત્‍યારબાદ હવે રીબડાના અનિરૂધ્‍ધસિંહ જાડેજા દ્વારા આજે બપોરે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેને લઇને  અનિરૂધ્‍ધસિંહ જાડેજાની ‘પ્રેસ'પર સહુની મીટ મડાઈ છે.આ પત્રકાર પરિષદમાંઆજે કોંગ્રેસના સમર્થન અંગે સ્‍પષ્ટ ચિત્ર થઇ શકે છે.

ગોંડલમાં ટિકિટને લઇને લાગેલી અસંતોષની આગ હજુ પણ ઠરવાનું નામ લેતી નથી. જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્‍ધસિંહ જાડેજા વચ્‍ચે ભાજપમાંથી ટીકિટની ખેંચતાણ જામી હતી. ત્‍યારબાદ ક્ષત્રિયસમાજના ૨ અગ્રણીઓનો ટકરાવ ભારે ચર્ચામાં છે. ત્‍યારે ચુંટણી માથે છે. ત્‍યારે  અનિરૂધ્‍ધસિંહ કોંગ્રેસને જાહેરમાં સમર્થન આપે તો નવાઇ નહિ!

  ગોંડલમાં જયરાજસિંહની ધમકી બાદ અનિરૂધ્‍ધસિંહ મેદાનમાં આવ્‍યા છે. અનિરૂધ્‍ધસિંહે ગોંડલમાં જયરાજસિંહ વિરૂધ્‍ધ  ગોંડલના દેરજી કુંભાજી ગામમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રિબડાના અનિરૂધ્‍ધસિંહ ખુલીને જયરાજસિંહનો વિરોધ કર્યો હતો. અનિરૂધ્‍ધસિંહે કોંગ્રેસને મત આપવા આપવા લોકોને હાંકલ કરતા રાજકારણ ગરમાયુ છે. આ સભામાં તેમણે જયરાજસિંહ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.  બંધારણ બચાવો મહાસંમેલનના નેજા હેઠળ સભા યોજાઇ હતી. જેમાં અનિરૂધ્‍ધસિંહે ખુલ્લેઆમ આક્ષેપ કર્યા હતા.

(11:38 am IST)