Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સિટી - બીઆરટીએસ બસની એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૧.૬૧ લાખનો દંડ

ગેરરીતિ સબબ ૧૩ કંડકટર સસ્‍પેન્‍ડ : ૧૩ મુસાફરો ટીકીટ વિના ઝડપાયા : છેલ્લા સપ્‍તાહમાં ૩.૬૫ લાખ મુસાફરોએ બસ સેવાનો લાભ લીધો

રાજકોટ તા. ૨૯ : મહાનગર પાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા ૨૧ થી ૨૭ નવેમ્‍બર સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સીટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. પરંતુ સિટી બસની મારૂતી ટ્રાવેલ્‍સ તથા બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૧.૬૧ લાખની પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૧૩ કન્‍ડકટરોને ફરજ મુકત કર્યા છે. ૧૩ મુસાફરો ટિકીટ વિનાનો ઝડપાયો હતો.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત ૨૧ થી ૨૭ નવેમ્‍બર સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

સિટી બસ સેવાની કામગીરી

રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોનેᅠ૪૭ રૂટ પર૧૧૫સિટી બસ દ્વારાપરિવહન સેવાપુરી પાડિએ છીએ.

સિટી બસ સેવામાં તા.૨૧ થી તા.૨૭ નવેમ્‍બર દરમિયાન કુલ અંદાજીત ૯૦,૩૮૭ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૮૩,૦૯૬મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૪,૧૭૫ કિ.મી.ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા.૧,૪૬,૧૨૫ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં ફેર કલેક્‍શન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા.૧૨,૭૦૦ની પેનલ્‍ટી આપવામાં આવેલી છે.

સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી-અનિયમિતતા સબબ કુલ૧૨ કંડક્‍ટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડᅠકરવામાં આવેલ તથા ૧ કંડક્‍ટરનેᅠકાયમી ધોરણે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે. ચેકીંગ દરમિયાન કુલᅠ૧૩ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા. ૧૪૩૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

બીઆરટીએસની કામગીરી

બી.આર.ટી.એસ. બસ સેવામાં તા.૨૧ થી તા.૨૭ નવેમ્‍બર દરમિયાન કુલ અંદાજીત ૫૮,૭૫૧ કિ.મી.ચાલેલ છે. તથા કુલ ૧,૮૪,૫૪૬ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્‍સ-મેન તથા સિક્‍યુરીટી પુરા પાડતી એજન્‍સી શ્રી રાજ સિક્‍યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા.૧,૬૦૦ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

(3:36 pm IST)