Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

જનરલ ઓબ્ઝર્વરોની હાજરીમાં પોલિંગ સ્ટાફનું ફાઇનલ રેન્ડમાઇઝેશન

આઠ વિધાનસભા મત વિસ્તારના ૨૩૭ જેટલા માઇક્રોઓબ્ઝર્વરોનું પણ કરાયું રેન્ડમાઇઝેશન : કયો સ્ટાફ કયાં જશે તે ફાઇનલ બૂથ ફાળવાયા

 

 

રાજકોટ તા. ૨૯ નવેમ્બર - રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વરો ઉપસ્થિતિમાં આજરોજ કલેકટર કચેરી ખાતે પોલિંગ સ્ટાફના ફાઈનલ  રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં પ્રિસાઈડિંગ ઓફિસર, પ્રથમ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસરની ટીમને કયાં મતદાન મથક પર ફરજ બજાવવાની રહેશે તે સુનિશ્યિત કરવામાં આવ્યું હતું. સાથો સાથ બેઠક અનુસાર આશરે ૨૩૭ જેટલા માઈક્રો ઓબઝર્વરની રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી.

આ પ્રક્રિયામાં જનરલ ઓબ્ઝર્વરો સર્વશ્રી નીલમ મીણા, સુશીલકુમાર પટેલ, પ્રીતિ ગહેલોત, મિથીલેશ મિશ્રા, શિલ્પા ગુપ્તા, વી.વી.જયોત્સના, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર ઉપસ્થિત રહ્યા હતા.

(4:17 pm IST)