Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વારંવાર માસ્કના ઇ-મેમોને અવગણતા લોકો પાસેથી દંડ વસુલતી પોલીસ

અશોક ખોડા અને આશીષ હાપલીયા અન્ય સાત વ્યકિતઓ સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ર૯ : કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા બહાર પાડેલ જાહેરનામાનો  ભંગ કરનારા સામે પોલીસ કાર્યવાહી કરી જાહેરનામાનું પાલન કરાવી રહી છે.છતા શહેરમાં વારંવાર માસ્કના ઇ-મેમોને અવગણતા લોકો પાસેથી એ ડીવીઝન પોલીસે દંડ વસુલી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસની મહામારી અંગર્તત શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે લોકોને પોતાના ઘરની બહાર નીકળવા નહી તેમજ કોઇપણ માર્ગ, જાહેર રસ્તાઓ રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ તથા જાહેરે જગ્યાએ એકઠા ન થવું અને કામ સિવાય બીનજરૂરી રખડવુ નહી તેમજ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નિકળવા ન નિકળવા અંગે જાહેરનામું બહાર પાડેલ છે પોલીસ દ્વારા પણ આ જાહેરનામાનું પાલન કરાવવા માટે સક્રિય કામગીરી કરી રહી છે અને પાલન ન કરનારા સામે  દંડ વસુલી કાર્યવાહી પણ કરવામાં આવે છે અને કેટલાક લોકોને ઇ-મેમો ચલણ પણ આપવામાં આવે છે પરંતુ કેટલાક લોકો આ ઇ-મેમો ચલણને અવગણતા હોય છે આ સંદર્ભે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ એહમદ, ઇન્ચાર્જ ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી એસીપી એસ.આર.ટંડેલના માર્ગદર્શન હેઠળ એડીવીઝન પોલીસ હેઠળના વિસ્તારમાં રહેતા લોકો જેઓ વારંવાર માસ્ક નહી પહેરી નીકળેલ હોય તેવા વ્યકિતઓને તેના પેન્ડીંગ રહેલા ઇ-મેમાના ચલણ ભરાવવા માટેની ઝૂંબેશ શરૂ કરી હતી જેમાં અશોકભાઇ વિનોદભાઇ ખોડાના રર પેન્ડીંગ ઇ-મેમોના ચલણના રૂ.૧૭,ર૦૦ તથા આશીષભાઇ ખોડાભાઇ હાપલીયાના ર૧ પેન્ડીંગ ઇ-મેમોના ચલણના રૂ.૯૬૦૦ તથા અન્ય સાત વ્યકિતઓના રૂ. ૪૯૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને અન્યો સામે  ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી .અને આ કામગીરીની અમલવારી હજુ પણ ચાલુ રહેશે.

(3:41 pm IST)