Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

ફાયર સેફટીની NOC માટે ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસરે ૪૦ હજારની લાંચ માંગી: એસીબીએ એસટી બસ સ્ટેશન પાછળ મુખ્ય સ્ટેશનમાં છટકું સફળ બનાવ્યું

રાજકોટઃ  મુખ્ય ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર કિરીટ હરપાલભાઇ કોલી, (સ્ટેશન ઓફીસર વર્ગ-૩, કનક રોડ ફાયર સ્ટેશન રાજકોટ શહેર)ને એસીબીએ લાંચના છટકામાં ઝડપી લેતા ચકચાર જાગી છે. ૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ પકડી લેવાયેલ છે.

લાન્ચનું છટકું બસ સ્ટેન્ડની પાછળ આવેલ કનક રોડ, ફાયર સ્ટેશન કચેરી ખાતે ગોઠવાયું હતું.

વિગત એવી છે કે ફરીયાદીએ બે ટાવર બિલ્ડીંગોમાં ફાયર સેફટી ઇકવીપમેન્ટ લગાડવાનુ કામ રાખેલ હોય, જે કામ પૂર્ણ થયે ફાયર સેફટી વિભાગની એન.ઓ.સી.અર્થે રાજકોટ મહાનગરપાલીકા હેઠળના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીસ વિભાગમા એન.ઓ.સી.મળવા અરજી કરેલ  હોય,જે અનુસંધાનેની એન.ઓ.સી.તૈયાર થઇ ગયેલ હોય, જે એન.ઓ.સી.ફરીયાદીને આપવાના અવેજ પેટે આ કામના આરોપી કિરીટ હરપાલભાઇ કોલી, સ્ટેશન ઓફીસર વર્ગ-૩,કનક રોડ ફાયર સ્ટેશન, રાજકોટ શહેર નાઓએ એક ટાવર બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી.આપવાના રૂ.રપ,૦૦૦/- લેખે બન્ને ટાવર બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. આપવા માટે રૂા.૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે બન્ને ટાવરની ફાયર એન.ઓ.સી.આપવા માટે રૂા.૪૦,૦૦૦/- ની લાંચની રકમની માંગણી કરેલ 

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઇ, એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી રૂા.૪૦,૦૦૦ની લાંચની માંગણી કરી, સ્વીકારી ઝડપાઇ જઇ ગુન્હો નોંધાયો છે. 

ટ્રેપીંગ અધિકારી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા, પોલીસ ઇન્સ્પેકટર એસીબી તથા ટીમે આ કામગીરી એ.પી.જાડેજા, મદદનીશ નિયામકના સુપરવિઝનમાં કરી હતી. 

(5:06 pm IST)