Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

પીજીવીસીએલ દ્વારા ગ્રાહકો માટે 'સ્વાગત' સિસ્ટમ... ઇ-મેઇલ-પત્ર-રૂબરૂ-સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદ નોંધાવી શકાશેઃ સબ ડીવીઝનથી એમ.ડી. સુધી લીન્ક

રાજકોટ તા. ર૯ :.. પીજીવીસીએલ દ્વારા બનાવવામાં આવેલ એપ્લીકેશન 'પીજીવીસીએલ સ્વાગત' એટલે કે (પીજીવીસીએલ ફરીયાદ નિવારણ સીસ્ટમ) ને ડાઇરેકટ પ્રાપ્ત થયેલ ફરીયાદોના ફોલો-પ માટે વિકસાવવામાં આવી છે. સૌપ્રથમ પીજીવીસીએલને ઇ-મેઇલ દ્વારા પત્ર દ્વારા, રૂબરૂ મુલાકાતથી અથવા સોશિયલ મીડિયા દ્વારા મળેલ ફરીયાદો જેમ કે કનેકશનને લગતી, પાવરને લગતી વેન્ડરની લગતી વગેરે પ્રકારની ફરીયાદોની 'પીજીવીસીએલ સ્વાગત' સીસ્ટમ પર એન્ટ્રી કરી તેની સાથે જોડેલ દસ્તાવેજને અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ ફરીયાદને સીસીસી (કસ્ટમર કેર સેન્ટર)ના કાર્યપાલક ઇજનેરને ફોરવર્ડ કરવામાં આવશે. સીસીસીના કાર્યપાલક ઇજનેર ફરીયાદ મળ્યે તેનો અભ્યાસ કરી તેના ઉકેલ માટે અગ્રતા ચેનલ (લીલી, પીળી અને લાલ રંગની તેને લાગતાં સમય અને કામની પ્રાયોરીટી મુજબ) આપવામાં આવશે તેમજ કાર્યને પુરૃં કરવામાં લાગતો અંદાજીત સમય જણાવશે. જરૂર પડયે એમ.ડી. સેલ દ્વારા પણ ફરીયાદની પ્રાયોરીટી મુજબની  ચેનલ સૂચવવામાં આવશે.

પીજીવીસીએલને મળેલી ફરીયાદો લાગુ પડતા વિભાગો જેમ કે કોર્પોરેટ ઓફીસના વિવિધ વિભાગોના વડા, ભાવનગર ઝોનના વડા અથવા વિવિધ સર્કલ ઓફીસના વડા, ડીવીઝન ઓફીસ અને સબ ડીવીઝન ઓફીસને પહોંચાડવામાં આવશે.

પીજીવીસીએલ સ્વાગત એટલે કે પીજીવીસીએલ ફરીયાદ નિવારણ સીસ્ટમ દ્વારા ફરીયાદને જે તે કચેરીને મોકલી અપાયા બાદ સબ ડીવીઝન અને ડીવીઝન ઓફીસ દ્વારા ફરીયાદનો સમય મર્યાદામાં ઉકેલ લાવી તેને લગતાં ડોકયુમેન્ટ અપલોડ કરવામાં આવશે અને તેને લગતી કોઇ ટીપ્પણીની જરૂર પડે તો સર્કલ ઓફીસના અધિક્ષક ઇજનેર દ્વારા આપીને તેમનો જવાબ સબમીટ કરવામાં આવશે.

ફરીયાદનું નિવારણ અથવા તેનો જવાબ સર્કલ ઓફીસ અથવા ડીવીઝન ઓફીસ દ્વારા કરવામાં આવ્યા બાદ ફરી સીસીસીના કાર્યપાલક ઇજનેર પાસે રીવ્યુ કરવા માટે જશે જેમ કે ફરીયાદનો ઉકેલ આવેલ છે. અથવા ઉકેલ આવેલ નથી. તેમને નિરાકરણ યોગ્ય નહીં લાગે તો ફરીથી જે તે વિભાગને પરત મોકલી આપવામાં આવશે અને જો રજૂ કરેલ જવાબ યોગ્ય લાગશે તો પીજીવીસીએલના પીઆરઓ પાસે અંતિમ જવાબ માટે મોકલવામાં આવશે. પીઆરઓ દ્વારા અંતિમ જવાબ રજૂઆત કર્તા ગ્રાહકને પાઠવવામાં આવશે અને તેને  સીસ્ટમ પર અપલોડ કરવામાં આવશે. પીઆરઓ દ્વારા અંતિમ જવાબ આપવામાં આવ્યા બાદ માત્ર એમ.ડી. સેલ દ્વારા જ ફરીયાદને કલોઝ કરી શકાશે.

(11:46 am IST)