Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

શુક્ર-શનિ બાય બાય ૨૦૨૧-વેલકમ ૨૦૨૨

ઓશો હાસ્ય દિવસ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે નવા વર્ષને વધાવવા ધ્યાનોત્સવ

શનિવારે ઓશો હાસ્ય દિવસે મિસ્ત્રી નિતિનભાઇ (સ્વામી દેવ રાહુલ) દ્વારા (હસીબા, ખેલીબા, ધરીબા ધ્યાન) કાર્યક્રમઃ સંચાલીકા પૂર્વીદીદી (માં સુરંજના)

 રાજકોટઃ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે નિયમીત છેલ્લા ૩૬ વર્ષોથી અવાર-નવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનુ સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહયા છે.

આગામી તા.૩૧ ડિસે શુક્રવારે જ હરસાલની માફક બાય બાય ૨૦૨૧.....વેલકમ ૨૦૨૨નો નવા વર્ષને વધાવવાનો વિશેષ કાર્યક્રમ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સાંજના ૬:૪૫ થી ૭:૪૫ દરમિયાન રાખવામાં આવેલો છે. બાદમાં પ્રસાદનું આયોજન  સ્વામી યોગ ઘનશ્યામ (ઘનશ્યામ મહેતા પોરબંદરના સંદીપની આશ્રમના ટ્રસ્ટી તથા તત્વ દર્શન મેગેઝીનના મેેનેજીંગ ટ્રસ્ટી તથા સંપાદન તથા શનિવાર તા.૧ જાન્યુ.ના રોજ સાંજે ૬:૪૫ થી   ૭:૪૫ દરમિયાન રાખવામાં આવેલો છે. બાદમાં પ્રસાદનું આયોજન સ્વામી યોગ ઘનશ્યામ (ઘનશ્યામ મહેતા પોરબંદરના સાંદીપની આશ્રમના ટ્રસ્ટી તથા તત્વ દર્શન મેનેજીગ ટ્રસ્ટી તથા સંપાદક) તથા શનિવાર તા.૧ જાન્યુના રોજ સાંજે ૬:૪૫ થી ૭:૪૫ દરમિયાન ઓશો હાસ્ય દિવસ નિમિતે સ્વામી દેવ રાહુલ (નિતિનભાઇ મિસ્ત્રી) દ્વારા ઓશોના સુત્ર હસીબા, ખેલીબા, ધરીબા ધ્યાનને સાર્થક કરતા હાસ્ય ધ્યાન તથા સંધ્યા ધ્યાન ઓશો  કિર્તન.

નોંધ ૩૧ ડિસે. ના કાર્યક્રમનું આયોજન પહેલા મોડી રાતે કરવામાં આવેલ પરંતુ કોરોના તથા લોકડાઉનના કારણે સરકારી ગાઇડ લાઇન અનુસાર  કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે.

ઉપરોકત શુક્ર, શનિવારના કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને ઓશો ઇનર સર્કલ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. માસ્ક પહેરવુ ફરજીયાત છે.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ

વિશેષ માહિતીઃ સ્વામી સત્યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(11:47 am IST)