Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર ખાનગી કુરીયરના પાર્સલમાંથી દારૂ અને ચાંદીનો જથ્થો નિકળી પડયો !

૩૧ મી ડિસેમ્બરની ઉજવણી માટે એલ.જી. પટેલનગર, રાજકોટના નામે આવેલા પ૦ જેટલા પાર્સલોની તપાસઃ ૬ બોટલ દારૂ મળ્યોઃ ચાંદીનો જથ્થો બિલવાળો કે બિલ વગરનો? ચાલી રહેલી તપાસ

આજે સવારે રેલ્વેના પાર્સલ વિભાગમાં મોટા જથ્થામાં દારૂ અને ગેરકાયદે ચાંદી ઉતરી હોવાની બાતમીના આધારે ગુજરાત રેલ્વે પોલીસ અને રેલ્વે પ્રોટેકશન ફોર્સે સંયુકત રીતે છાનબીન હાથ ધરતા ૬ બોટલ વ્હીસ્કી અને ચાંદીનોે મોટો જથ્થો મળ્યો હતો. જો કે અન્ય ૪૦ પાર્સલ તપાસાતા વધુ દારૂ મળ્યો ન હતો. ચાંદીનો જથ્થો કાયદેસર છે કે ગેરકાયદેસર ? તેની તપાસ ચાલી રહી છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૯: રાજકોટ રેલ્વે સ્ટેશનના પાર્સલ વિભાગમાં ખાનગી કુરીયર કંપનીના પાર્સલમાંથી દારૂ અને વાઇનનો જથ્થો મળી આવતા ગુજરાત રેલ્વે પોલીસ અને રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એલ.જી, પટેલનગર, રાજકોટના નામથી આવેલા પાર્સલમાંથી ર લીટરના ૪ જગ અને એક લીટરના ર જગ દારૂ ઉપરાંત વાઇનની પેટી પ્રાથમીક તપાસમાં મળી આવી છે. ચાંદીનો જથ્થો પણ છે. જો કે આ ચાંદી બિલવાળી છે કે બિલ વગરની ? તેની ખરાઇ થઇ રહી છે.

દરમિયાન મળતી માહિતી મુજબ ૩૧મી ડીસેમ્બરના અનુસંધાને રેલ્વે અને રોડ માર્ગે ગેરકાયદે દારૂની મોટી હેરફેર થતી હોવાથી ડીવાયએસપી પી.પી. પીરોજીયા અને પીઆઈ નિરવ વ્યાસે પોતાની ટીમને ચેકીંગ સઘન બનાવવા સૂચના આપી હતી. દરમિયાન પોલીસમેન દિનેશભાઈ સોસા અને મધુરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે પાર્સલ વિભાગના ૪૦ જેટલા પાર્સલ પૈકી કેટલાકમાં દારૂ અને ચાંદી મોકલાવાયેલી છે. આ બાતમી સંદર્ભે પીએસઆઈ બી.કે. પરમાર, રાઈટર શાંતિલાલ, આરપીએફના લેડી પીએસઆઈ નાઝનીન, આરપીએફના ચાવડા સહિતની ટુકડીએ પાર્સલની વિધિવત છાનબીન્ન કરતા ઈમ્પીરીયલ બ્લ્યુ વ્હીસ્કીના બે લીટરના ૪ જગ અને એઈટ-પીએમ વ્હીસ્કીના એક - એક લીટરના બે જગ મળી આવ્યા હતા. ચાંદી ઉપરાંત સફેદ ધાતુનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી તેના રીસીવરોને બોલાવી આ માલ કાયદેસર છે કે ગેરકાયદેસર ? તેની ખરાઈ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે રેલ્વે મારફત ખાનગી કુરીયર કંપનીઓના પાર્સલમાં ગેરકાયદે ચાંદીની પણ મોટી હેરફેર થતી હોવાની ચર્ચા અવારનવાર થતી હોય છે.(

(3:22 pm IST)