Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

'જમવાનું કેમ મોડુ લઇ આવ્યો' કહી જયેશ સોલંકીને હડધુત કરી યુનુસે કટર ઝીંકી દીધુ

કુવાડવા રોડ પટેલ વિહાર હોટલમાં બનાવ : યુનુસ ઉર્ફે ઇનકો ઘેલડા સામે ગુનો

રાજકોટ,તા. ૨૯ : કુવાડવા રોડ પર આવેલી પટેલ વિહાર હોટલમાં જમવાનું લેવા માટે ગયેલા યુવાનને તેના મિત્રએ જમવાનું કેમ મોડુ લઇ આવશ. હવે મારા જમવાના પાર્સલને તુ અડતો નહી'તેમ કહી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી ફડાકો મારી કટર ઝીંકી દેતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભગવતીપરા જય નંદનવન સોસાયટી શેરી નં. ૨માં રહેતો જયેશ મહેશભાઇ સોલંકી (શેરી નં. ૨માં) રાત્રે પોતાનું અને ભગવતીપરામાં રહેતો મિત્ર યુનુસ ઉર્ફે ઇનકો ધેલડા માટે કુવાડવા રોડ પરથી પટેલ વિહાર હોટલે જમવાનું લેવા માટે કુવાડવા રોડ પરની પટેલ વિહાર હોટલે જમવાનું લેવા માટે ગયો હતો. પરત આવવામાં વાર લાગતા યુનુસે 'જમવાનુ કેમ મોડુ લઇને આવશ' હવે મારા જમવાના પાર્સલને તુ અડતો નહીં' તેમ કહી ગાળો આપી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી ઉશ્કેરાઇને યુનુસે ધારદાર કટર ઝીંકી દેતા જયેશને ડાબા હાથની હથેળીમાં ઇજા થઇહતી. બાદ જયેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે જયેશ સોલંકીએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે.યુ.વાળા સહિતે ભગવતીપરાના યુનુસ ઉર્ફે ઇનકો ધેલડા વિરૂધ્ધ આઇપીસી ૩૨૩,૩૨૪,૪૪૭,૫૦૪ તથા એટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી જેની તપાસ એસ.ટી.એસ.સી.એલ.ના એસ.પી.એસ.ડી પટેલે હાથ ધરી છે. 

(3:14 pm IST)